News Portal...

Breaking News :

માંજલપુર કંચનબાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

2024-06-05 15:26:35
માંજલપુર કંચનબાગ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.


માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્કયુ ટ્રસ્ટની ટીમ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસના ભાગ રૂપે 500 જેટલા વૃક્ષના છોડનુ વૃક્ષારોપણ કરીને લોકો સુધી આવો સારો મેસેજ જાય અને સૌ લોકો વૃક્ષારોપણ કરવુ જોઈએ તેવી પહેલ કરી હતી.


 5 જુન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવામાં આવે છે.આજરોજ માંજલપુર કંચનબાગ ખાતે એનિમલ રેસ્કયુ ટ્રસ્ટની ટીમ દ્વારા કંચનબાગમાં આશરે 500 જેટલા વૃક્ષોનું રોપણ કર્યુ હતુ.વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે ૫ જૂનના રોજ ઉજવવામાં આવે છે અને તે પર્યાવરણની સુરક્ષા માટે જાગૃતિ અને કાર્યવાહીને પ્રોત્સાહિત કરવા માટેનું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય સાધન છે. ૧૯૭૩માં સૌપ્રથમ વખત યોજાયેલી આ ઉજવણી દરિયાઈ પ્રદૂષણ, વસ્તી વધારો, ગ્લોબલ વોર્મિંગ,સાતત્યપૂર્ણ વિકાસ અને વન્યજીવન અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટેનું એક મંચ રહ્યું છે. 


વિશ્વ પર્યાવરણ દિવસ જાહેર જનતા સુધી પહોંચવા માટેનું એક વૈશ્વિક મંચ છે, જેમાં દર વર્ષે ૧૪૩થી વધારે દેશો ભાગ લે છે. દર વર્ષે, આ કાર્યક્રમ દ્વારા વ્યાવસાયિક, બિન-સરકારી સંસ્થાઓ, સમુદાયો, સરકારો અને જાણીતી હસ્તીઓ માટે પર્યાવરણીય કારણોની હિમાયત કરવા માટે એક વિષય અને મંચ પ્રદાન કરવામાં આવે છે.


Reporter: News Plus

Related Post