News Portal...

Breaking News :

પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકની સુવિધા ઉપલબ્ધ થઈ જતા જનતામાં આનંદ

2024-06-05 14:31:38
પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ગાયનેકની સુવિધા ઉપલબ્ધ થઈ જતા જનતામાં આનંદ


પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા સાત માસથી ગાયનેક ની સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી હોય જેને લઇ ૧૦૦ થી વધુ પ્રસુતિ સુરક્ષિત રીતે અહીં કરાવવામાં આવી છે. 


આ પાવીજેતપુર સરકારી દવાખાનામાં ડાયલિસિસ થી લઇ પ્રસુતિ સુધીની તમામ કામગીરી ખુબ સરસ રીતે થઈ રહી છે જેના કારણે તાલુકાની જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે. પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર સુપ્રિટેન્ડન્ટ ભરતભાઈ ચૌહાણ તેમજ મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશભાઈ રાઠવાના સંયુક્ત પ્રયાસોથી પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજેરોજ ૧૦૦ થી વધુ ઓપીડીના કેસો આવે છે તેમજ ૨૪ કલાક સેવાઓ ઉપલબ્ધ હોવાના કારણે અંતરિયાળ વિસ્તારમાંથી આવેલા આદિવાસી દર્દીઓને ખૂબ સારી રીતે સારવાર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પાવીજેતપુર તેમજ અંતરિયાળ વિસ્તારની જનતાને પ્રસુતિ માટે બોડેલી ખાનગી દવાખાનાઓમાં જવું પડતું હતું જેના કારણે આર્થિક બોજ ખૂબ વધી જવા પામતો હતો. અને ક્યારેક આર્થિક સ્થિતિ સારી ન હોવાના કારણે ઘરે જ પ્રસુતિ કરાવવાનો પ્રયાસ કરવાથી જાનહાની પણ થતી હતી ત્યારે પાવીજેતપુર સામિક આરોગ્ય કેન્દ્રમાં ગત વર્ષના નવેમ્બર માસમાં ડૉ. પ્રિયાબેન પટેલ ગાયનેક તરીકે સેવા આપી રહ્યા છે ત્યારે ૯૦ જેટલી નોર્મલ પ્રસુતિ કરાવવામાં આવી છે.


તેમજ ૨૦ જેટલા ઓપરેશનો પ્રસુતિના તેમજ કોથળીના કરવામાં આવ્યા છે. આ બધી પ્રસુતિઓમાં બાળક અને માતા સ્વસ્થ રહ્યા છે. સાથે સાથે કુપોષિત બાળકોને સારવાર આપી સરકાર તરફથી ૨૫૦૦ રૂપિયાની સહાય પણ કરવામાં આવે છે.ન્યુબોર્ન બાળકોને કીટ આપવામાં આવે છે અહીંયા એક્સરેની સુવિધા તેમજ લેબ ટેસ્ટની સુવિધા પણ મફતમાં ઉપલબ્ધ છે સાથે સાથે નિષ્ણાત ફિઝીયોથેરાપિસ્ટ પણ આ દવાખાનામાં આવે છે. પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બે ડાયાલિસિસ ના મશીનો હોય જેમાં ૧૦૦ જેટલી સાયકોલો ચાલી જતા કેટલાય દર્દીઓએ ડાયાલિસિસ નો લાભ લીધો છે. આ દવાખાનામાં બ્લડ સ્ટોરેજ પણ ચલાવવામાં આવે છે જે જરૂર જણાય તે દર્દીને મફતમાં, સામે લોહીનું દાન કર્યા વગર ચઢાવી આપવામાં આવે છે. આમ, પાવીજેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડાયાલિસિસ થી લઇ પ્રસુતિ સિદ્ધિની તમામ સુવિધાઓ મફતમાં મળતી હોય જેને લઇ જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.


Reporter: News Plus

Related Post