News Portal...

Breaking News :

હાલોલના જાંબુડી ખાતે આવેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે વિશ્વ શ્રમ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ દિવસની ઉજવણી કરવામાં આવી

2024-05-01 19:45:16
હાલોલના જાંબુડી ખાતે આવેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે વિશ્વ શ્રમ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ દિવસની ઉજવણી કરવામાં આવી

હાલોલના જાંબુડી ખાતે આવેલ વિશ્વની એકમાત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે   વિશ્વ શ્રમ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ દિવસની રંગીન એક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે વિશ્વ શ્રમ દિવસ અને ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે  પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવ્યો હતો જ્યારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ૧૦૦% મતદાન કરવાનો પણ સંકલ્પ લેવામાં આવ્યો હતો.


હાલોલ શહેરની બહાર પાવાગઢ રોડ પર જાંબુડી ખાતે વિશાળ જગ્યામાં આકાર લઇ રહેલી વિશ્વની એક માત્ર અને પ્રથમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે આજે પહેલી મેના દિવસને અનુલક્ષીને ગુજરાત સ્થાપના દિવસ તેમજ વિશ્વ શ્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિશ્વ શ્રમ દિવસ અંતર્ગત આજે સવારે દરેક શ્રમયોગી ભાઈ બહેનોનું કુમકુમ તિલક, અક્ષત અને પુષ્પ વર્ષાથી ભવ્ય અભિવાદન વિશ્વ વિદ્યાલય વતી કલ્પનાબેન અને રાજુભાઈ એમ.ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વ વિદ્યાલય ખાતે આજે પંચ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું જેમાં આચાર્યા  પ્રજ્ઞા પુત્રી ઉમાબેન પંડ્યાએ પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞ વિધિવત  પ્રારંભ કરાવ્યો હતો જ્યારે શ્રમયોગી દ્વારા ગાયત્રી મહાયજ્ઞ બે કલાક સુધી વૈદિક મંત્રોચાર સાથે થયો જેની ખુશી સર્વના પ્રસન્ન મુખ પર વર્તાઈ હતી મહાયજ્ઞની દિવ્ય ઊર્જા કૃષિ વિશ્વવિદ્યાલયમા પ્રસરી અને પર્યાવરણની શુદ્ધિ થઈ હતી.

જ્યારે વિશ્વ શ્રમ દિવસ, ગુજરાત સ્થાપના દિવસ અને પંચકુંડી ગાયત્રી મહાયજ્ઞનો ત્રિવેણી ઉત્સવ સાથો સાથ લોકશાહીના મહાપર્વ એવી  લોકસભાની ચૂંટણી માટે ૧૦૦% મતદાન  માટે સૌને ડૉ રાજુ એમ.ઠક્કર દ્વારા  સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ડો ગિરીશ ચાસકર ,યોગરત્ન લક્ષ્મણભાઈ ગુરુવાણી, એડવોકેટ  પારસ જોષી, દિનેશભાઈ ઠક્કર, ફોરેસ્ટ ઓફિસર મકવાણા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter: News Plus

Related Post