વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી - ૨૦૨૪ અંતર્ગત વડોદરા (ગ્રામ્ય) માં કુલ બુથની સંખ્યા ૧૨૯૩ છે. આરોગ્ય વિભાગ દ્વારા દરેક બુથ દીઠ ફર્સ્ટ એઇડ કીટ આપવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિનાક્ષી ચૌહાણે જણાવ્યું કે, દરેક બુથ દીઠ ASHA (આશા) તેમજ શક્ય હોય ત્યાં આરોગ્ય કર્મચારી ફર્સ્ટ એઇડ કીટ અને ORS પેકેટ સાથે મુકવામાં આવશે. તેમજ હાલની ગરમીની પરિસ્થિતીને ધ્યાને લઈ હિટ વેવથી બચવાના ઉપાયો દરેક બુથ પર લગાવવામાં આવશે. હાલમાં દરેક ગ્રામ પંચાયત ઓફીસ અને દૂધ ડેરીના મકાનના નોટીસ બોર્ડ પર આ સંબધી લગાવવામાં આવી છે.
ચૂંટણી દરમ્યાન દરેક તાલીમ સ્થળ પર મેડિકલ ટીમ તેમજ વડોદરા (ગ્રામ્ય) ના EVM ડીસ્પેચિંગ અને રીસીવીંગ સેન્ટર ખાતે પણ ઈમરજન્સી મેડીકલ ટીમની વ્યવસ્થા કરવામાં આવી છે.
મતદાનના દિવસે દરેક પ્રાથમિક,સામુહિક આરોગ્ય કેન્દ્ર પર એમ્બ્યુલન્સ સાથે ઈમરજન્સી મેડીકલ ટીમ તૈનાત કરવામાં આવશે, જેથી ઈમરજન્સી વેળાએ આરોગ્યની સેવાઓ પહોચાડી શકાય.
દરેક સબ સેન્ટર/ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/સામુહિક આરોગ્ય કેન્દ્ર પર ORS કોર્નર બનાવવામાં આવશે. વડોદરા શહેરની પાંચ વિધાનસભા વિસ્તારમાં પણ આવી જ વ્યવસ્થા મહાનગરપાલિકાના આરોગ્ય અમલદાર દ્વારા
Reporter: News Plus