હાઇકમાન્ડ પાસે ઘણી ચોઇસ હતી પણ અવગણના કરાઇ હોવાનો કાર્યકરોમાં સૂર.

વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરાઇ હતી. જો કે જિલ્લા કક્ષાએ અનેક સારા ઉમેદવારો હોવા છતાં તેમની અવગણના કરીને આયાતી ઉમેદવારી પસંદગી કરવામાં આવતા ભાજપના કાર્યકરો અને નેતાઓમાં કચવાટ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનિય છે કે વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડો.જયપ્રકાશ સોની અને જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ બંને મુળ વડોદરાના નથી. શહેર જિલ્લામાં ભાજપે આયાતી ઉમેદવારોને પ્રમુખ બનાવી દીધા હોવાની લાગણી જોવા મળી રહી છે. હાઇકમાન્ડ પાસે ઘણી ચોઇસ હતી પણ અવગણના કરાઇ હોવાનો સૂર કાર્યકરોમાં સાંભળવા મળ્યો હતો. રસીક પ્રજાપતિના નામની જેવી જાહેરાત થઇ કે તુરત જ ઘણા તો સ્ટેજ છોડીને જતા પણ રહ્યા હતા.
જિલ્લા ભાજપ દ્વારા રસિક પ્રજાપતિનો બાયોડેટા જાહેર કરાયો છે તેમાં રસિક પ્રજાપતિ શું વ્યવસાય કરે છે તે જ જણાવાયુ નથી તો પ્રશ્ન થાય તે સ્વાભાવીક છે કે શું આ નેતા પણ સેવાના નામે મેવા ખાવા રાજકારણમાં આવેલા છે કે શું, રસિક પ્રજાપતિ ખાસ ભણેલા પણ નથી અને માડ 9 ધોરણ પાસ છે જેથી એ વાત પુરવાર થઇ છે કે રાજકારણમાં અભણ લોકોની જ બોલબાલા હોય છે. જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 45 ઉમેદવારોએ દાવેદારી કરી હતી પણ તેમાં કોઇ યોગ્ય ઉમેદવાર ના મળ્યો તેવી ચર્ચા કાર્યકરોમાં ચાલી રહી છે. રસીક પ્રજાપતિના નામથી કાર્યકરો પણ અજાણ છે. આ વખતે વડોદરા શહેર જિલ્લા બંનેમાં ભાજપે એવા ઉમેદવારને પ્રમુખ બનાવ્યા છે કે જેમને પક્ષના કાર્યકરો પણ ઓળખતા નથી અને તેથી હવે જોવાનું એ રહે છે કે બંને પ્રમુખ ભાજપના સંગઠનને હજું કેટલું મજબૂત કરી શકે છે.
Reporter: admin