1-19 વોર્ડ માં વોર્ડની ટીમો બનાવવામાં પ્રમુખ અને પ્રભારી ની મનામાની...
સંભાળજો પ્રમુખ સાહેબ , તમારી આજુબાજુમાં રહેતા મંત્રીઓ - નિયો-રીચ મહામંત્રીઓથી... ક્યારેક તમને વિવાદમાં-સંકટમાં મુકે તો નવાઈ નહી
વડોદરા શહેર ભાજપના સંગઠનમાં હવે તમામ વોર્ડનું સંગઠન માળખું પણ તૈયાર કરવાની તૈયારીઓ થઇ રહી છે. સોમવારે વડોદરા આવેલા પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ અને પ્રભારી ગોરધન ઝડફિયાએ તમામ વોર્ડ પ્રમુખોને બોલાવીને વોર્ડની ટીમની રચના કરવા માટે કોઇ મિટીંગો કરી છે કે કેમ તે સહિતની બાબતોની સમીક્ષા કરી હતી. જો કે શહેર ભાજપના મોટા ભાગના વોર્ડમાં વોર્ડ પ્રમુખોએ કોઇપણ પ્રકારની મિટીંગો જ ના કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોતાના માનીતાઓને જ સ્થાન આપવાનો પ્રયાસ કર્યો છે જેથી કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે
પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ તથા પ્રભારી ગોરધન ઝડફિયાએ આજે વડોદરા આવીને વોર્ડનું સંગઠન માળખું તૈયાર કરવાની કામગીરી કરી હતી. હવે ગણતરીના દિવસોમાં વોર્ડ ટીમોની જાહેરાત થશે. તેઓએ ભાજપ કાર્યાલય પર સવારે અને સાંજે તબક્કાવાર વોર્ડ પ્રમુખો સાથે બેઠક કરી હતી. જો કે વોર્ડ ટીમો જાહેર કરતા પહેલા વોર્ડ પ્રમુખોએ પોતાના વોર્ડમાં મિટીંગો કરી હતી કે કેમ તે વિશે તેમણે પુછતાં વોર્ડ પ્રમુખોએ હા પાડી દીધી હતી. પણ વાસ્તવમાં મોટાભાગના વોર્ડમાં કોઇ જ મિટીંગ કરાઇ નથી. વોર્ડની ટીમની રચના થાય તે પહેલા મિટીંગ થાય છે પણ મોટાભાગના વોર્ડ પ્રમુખોએ મનમાની કરીને પોતાના માનીતાઓને જ ગોઠવવાનો પ્રયાસ કર્યો હોવાનો ગણગણાટ કાર્યકરો કરી રહ્યા છે. વોર્ડ પ્રમુખે પોતાના વોર્ડમાં કોર્પોરેટર, પૂર્વ પ્રમુખ હોય કે શહેરના હોદ્દેદારો પ્રભારીએ મિટીંગ કરવી જરુરી છે અને વોર્ડ પ્રમુખોની મીલીભગતમાં પોતાના માનીતાઓને ગોઠવવાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા ચાલી રહી છે. ગોરધન ઝડફિયા સાથે સવારે વોર્ડ નંબર 11થી 19 અને સાંજે વોર્ડ નંબર 2થી 10ના વોર્ડ પ્રમુખોની બેઠક યોજાઇ હતી. વોર્ડની ટીમ તથા ઉપ પ્રમુખ, મહામંત્રી અને મંત્રી તથા કોષાધ્યક્ષની જાહેરાત કરાશે. નવાઇની વાત એ છે કે હવે આ શહેર ભાજપ પ્રમુખ ડૉ. જયપ્રકાશ સોની કોઇની મનમાની ચલાવશે કે કેમ?
હોદ્દો ધરાવતા કાર્યકરોથી અધિકારીઓ પણ કંટાળ્યા...
વોર્ડ પ્રમુખોની મનમાનીથી કાર્યકરો પણ કંટાળ્યા છે તો અધિકારીઓ પણ હોદ્દો મેળવનારા કાર્યકરોથી કંટાળ્યા છે. કોઇ કોર્પોરેટર કે ધારાસભ્ય કોઇ કામ માટે અધિકારીને ફોન કરે તે યોગ્ય છે પણ હવે તો હોદ્દો મેળવનારા કાર્યકરો પણ અધિકારીઓને ફોન કરીને દમદાટી આપી રહ્યા છે. પેજ પ્રમુખો કે મહામંત્રી કે મંત્રી છું તેવી શેખી મારીને કાર્યકરો અધિકારીઓને કામો કરાવવા દબાણ કરી રહ્યા છે જેથી અધિકારીઓ ત્રાસી ગયા છે. કાર્યકરોને પક્ષનો કોઇ પણ હોદ્દો મળે તો તેઓ પોતાની જાતને કોર્પોરેટર સમજી લે છે અને કોર્પોરેશનનાં આંટાફેરા શરુ કરી દે છે.
Reporter: admin







