News Portal...

Breaking News :

સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી એક કામદારનું મોત અન્ય બે કામદારોની સ્થિતિ ગંભીર

2024-12-26 18:30:58
સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણથી એક કામદારનું મોત અન્ય બે કામદારોની સ્થિતિ ગંભીર


સાબરકાંઠા :અહીંની સૌથી મોટી ગણાતી ડેરી સાબર ડેરીમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. 


બોઇલરની સફાઇ કરતી વખતે ગૂંગળામણના લીધે એક કામદારનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય બે કામદારોની સ્થિતિ ગંભીર છે. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ની ટીમ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી બે કામદારોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 


પ્રાપ્ત માહિતી અનુસાર, સાબર ડેરીમાં બોઇલરની સફાઇ કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો. બોઇલર સાફ કરતી વખતે અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઇ હતી. આ બોઇલરની સફાઇ કરી રહેલા 25 વર્ષે યુવકનું ગૂંગળામણથી મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

Reporter: admin

Related Post