રણછોડરાયજી મંદિરના મહારાજ રાજુભાઈ સાઠે એ જણાવ્યું કે 1902 માં આ મૂર્તિની અહીંયા પ્રતિષ્ઠા કરવામાં આવી છે આવી મૂર્તિ આખા ભારતભરમાં ફક્ત અહીંયા જ આવેલી છે

આ મૂર્તિ એકલબારા મહુવડ અને ડબકા ત્રિભેટે આવેલી છે. આ મૂર્તિ માટે ચિત્રાલ મહુવડ પાદરા વડુ દરાપુરા આ પાંચ જગ્યાના મુખીઓને એક સાથે સ્વપ્ન આવ્યું અને આ ગોમતીતળાવ પાસે તાજા ફૂલો પડેલા હશે ત્યાં તમે ખોદકામ કરો અને ત્યાં ખોદકામ કરતા વિષ્ણુ ભગવાનની ખભે લક્ષ્મી માતાને મૂકેલી તેવી મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થઈ બધા પોતપોતાના ગામે આ મૂર્તિ લઈ જાય મંદિર બનાવવાની વાત કરવા માટે વિવાદ ઊભો થયો ત્યારે એકલબારાના ગગુબા ઠાકોર વચ્ચે પડી ચીઠી નાખો અને જે ગામની ચિઠ્ઠી નીકળે ત્યાં ગામે આ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી તેવું નક્કી થયું અને ચિઠ્ઠી નાખતા નાના બાળક પાસે ઉપાડી ત્યારે હનુમાનજી મહારાજની આજ્ઞાથી મહુવડનું નામ આવ્યું.

આમ આઝાદી પહેલા આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ વર્ષે ૧૭૯ વર્ષ મુર્તિ પ્રતિષ્ઠાને થયા. તથા દર વર્ષે ફેબ્રુઆરી માસમાં લક્ષ્મીજી સહિત રણછોડરાયજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે. દરમિયાનમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દિપક શાહે જણાવ્યું કે આજે અહીંયા જગતના કલ્યાણ અર્થે વિષ્ણુયાગ મહાપૂજનનું ભવયાતી ભવ્ય આયોજન જાણીતા એડવોકેટ અને નોટરી ભાવેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મહાયાગ માટે જાણીતા પંડિત વિનાયક લીમકર શાસ્ત્રીજી,લોકેશ શાસ્ત્રીજી, લક્ષ્યાંક શાસ્ત્રીજી, તથા પ્રશાંત શાસ્ત્રીજી અત્રિ ભટ્ટ ખૂબ સુંદર વિધિ વિધાનથી સવારે 9:00 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી આ મહાયાગમાં શાસ્ત્રોત વિધિ કરાવી હતી. આજે આ મંદિરમાં વિશિષ્ટ અનુષ્ઠાન માટે મિત ભાવેશ વ્યાસ તથા દીપકભાઈ શાહ પરિવાર દ્વારા વિધિ વિધાન મુજબ અભિષેક કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં અમદાવાદથી મધુકર ભાઈ ઠાકર, ઉત્તરસંડાથી પંડ્યા, અમદાવાદ થી હરિભાઈ રાવલ ,આનંદભાઈ પંડિત સહિત અનેક મહાનુભાવો પધાર્યા હતા એમ મહારાજ રાજુભાઈ સાઠે એ જણાવ્યું હતું




Reporter: admin







