વડોદરા: ગુરુદેવરવિશંકરજી દ્વારા સ્થાપિત આર્ટ ઓફ લિવિંગ સંસ્થા સમાજના ઉત્થાન માટેની અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ છે અને દરેક ઉત્સવની ઉજવણી અનોખી રીતે કરે છે.

25 ડિસેમ્બરના રોજ ક્રિસમસ પર્વ નિમિત્તે આર્ટ ઓફ લીવિંગ વડોદરાના શિક્ષકો તેમજ સ્વયંસેવકો દ્વારા સતત ૧૦માં વર્ષે શહેરની અનેક જગ્યાઓ પર ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.લગભગ ૧૦૦થી વધુ સ્વયંસેવકો એ આ વર્ષે પણ શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રિજ નીચે, ફૂટપાથ પર સૂતેલા, ઝુપ્પડપટ્ટીમાં રહેતા, જેલના કેદીઓ ને તેમજ અમુક સંસ્થાનોમાં આમ કુલ ૧૦૦૦ થી વધુ જરૂરિયાતમંદ લોકોમાં ધાબળાનું વિતરણ કર્યું હતું.

આજની યુવાપેઢી જ્યારે ન્યૂયર તેમજ ક્રિસમસ ઉજવી રહી છે ત્યારે આર્ટ ઓફ લિવિંગના સ્વયંસેવકો દરવર્ષે લોકસેવાને પ્રાધાન્ય આપીને અનોખી રીતે તહેવારની ઉજવણી કરે છે.


Reporter: admin







