વડોદરા: રોયલ મેળામાં દુર્ઘટનાનો મામલે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડો શીતલ મિસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે.
જે રાઈડ્સની મંજૂરી નથી લીધી તેનો જ દરવાજો ખુલી જતા દુર્ઘટના ઘટી છે.મેળાના આયોજકોએ વધારાની રાઈડ ચલાવી લોકોના જીવ જોખમમાં મૂક્યા છે.પોલીસ અને તંત્રએ જે મંજૂરી આપી હતી તેના કરતા વધુ રાઈડ્સ ચલાવી છે.પોલીસ અને પાલિકાના કમિશનરને કડક કાર્યવાહી કરવા વાત કરી છે.
આયોજકોએ વધારાની રાઈડ ચલાવવાની પોલીસ પાસે મંજૂરી મેળવી નહોતી.આયોજક સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.મેળાના સંચાલકે 4 રાઇડ્સ વધુ ચલાવી હોવાનું માલૂમ પડ્યું છે. જે રાઈડ્સની મંજૂરી નથી લીધી તેનો જ દરવાજો ખુલી જતા દુર્ઘટના ઘટી છે.
Reporter: admin