News Portal...

Breaking News :

દેણા ગામ પાસે સુર્યા નદીના કિનારે નવું બફર લેક બનાવવાની કામગીરી ચાલે છે

2025-05-24 13:19:25
દેણા ગામ પાસે સુર્યા નદીના કિનારે નવું બફર લેક બનાવવાની કામગીરી ચાલે છે


વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેણા ગામ પાસે સુર્યા નદીના કિનારે નવું બફર લેક બનાવવાની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. 


અત્યાર સુધીમાં લેક બનાવવા 2.40 લાખ ઘન મીટર માટી ખોદવામાં આવી છે. તળાવ બનાવવા અગાઉ 2.50 લાખ ઘન મીટર માટીનું ખોદકામ થશે તે મુજબનો અંદાજ મૂકી આયોજન કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથે દેણા ખાતે તળાવની ચાલતી કામગીરીનું નિરીક્ષણ પણ કર્યું હતું અને બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.વડોદરામાં વિશ્વામિત્રીનું પૂર નિયંત્રણ કરવા અગાઉ નિષ્ણાતોની સમિતિએ કેટલાક સુચનો કર્યા હતા. તેમાંનું એક સૂચન દેણા ખાતે બફર લેક બનાવવાનું પણ હતું. અહીં બ્લોક નંબર 330 જુના સર્વે નંબર 435, 436/1 પૈકી સાત હેક્ટરમાંથી પાંચ હેક્ટરમાં આ લેક બનાવવાનું નક્કી કર્યું હતું. 


કોર્પોરેશને અગાઉ સૂર્યા નદીના કિનારે સાત હેક્ટર જમીન ખરીદ કરી હતી. જેમાંથી પાંચ હેક્ટરમાં આ તળાવ બનાવાયું છે. અહીં પાંચથી સાત મીટરની ઊંડાઈમાં લેક બનતા 25 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરી શકાશે, એટલું જ નહીં વરસાદની સિઝનમાં આજવા સરોવરથી જે પાણી છોડવામાં આવે છે તે સીધેસીધું વડોદરામાં આવતા અગાઉ અહીં તળાવમાં ઠલવાશે. આ તળાવ બનતા પાણી માટેનો એક નવો સ્ત્રોત ઊભો થશે તેમજ ઓવરફ્લોરનું પાણી પણ રોકી શકાશે. તળાવ બનતા અહીં ભવિષ્યમાં ઇન્ટેકવેલ તથા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી આ જ પાણીને શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ઉપયોગમાં લેવાશે. કોર્પોરેશન આ કામગીરી સીએસઆર હેઠળ કરી રહેલ છે.

Reporter: admin

Related Post