વડોદરા : તા 17મે થી તા 16જુન સુધી વિશ્વ હાયપર ટેન્શન દિવસ ની ઉજવણી કરવામાં આવનાર છે.

જેમાં ભાગરૂપે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે અવરનેસ રેલીનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્યક્રમ ના ઈન્ચાર્જ સુપ્રીટેન્ડર ડો.રોહિત સર ડેન્ટલ સર્જન ડો.મૌલિક પંડ્યા, પીડીયાટ્રીશ્યન ડો.નિકુંજ ,NCD સ્ટાફ , હેડ કલાર્ક અરવિંદભાઈ ICTC કાઉન્સિલર રાજબાળા બ્રહ્મભટ્ટ, નર્સિંગ સ્ટૂડન્ટસ ઇન્ટર ડોક્ટર સહિત અન્ય કર્મચારી રેલીમા જોડાયા હતાં જે રેલી પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે થી નીકળી પાદરા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને હાઇપર ટેન્શન એટલે કે બ્લડ પ્રેશર વિશે લોકોમા જાગ્રુતિ ફેલાવવામા આવી હતી.



Reporter: admin







