વડોદરા મહાનગરપાલિકાના પાર્ક એન્ડ ગાર્ડન શાખા દ્વારા વિશ્વામિત્રી નદીના કિનારે વૃક્ષારોપણની કામગિરી શરુ કરાઇ છે.

આ કામગિરી દ્વારા વિશ્વામિત્રીના કિનારે 4 હજાર નંગ જેટલા વિવિધ 15 જાતના રોપાઓનું વૃક્ષારોપઁણ કરવાંમાં આવી રહ્યું છે. વૃક્ષારોપણ કામગિરી દ્વારા નદીના પટનું ધોવાણ અટકશે અને નદી હરિયાશળી બનશે તેવો આશાવાદ કોર્પોરેશને પ્રગટ કર્યો હતો. કતોર્પોરેશને જણાવ્યું હતું કે પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન્સ શાખા દ્વારા અલગ અલગ સંસ્થાઓ અને એનજીઓ દ્વારા શહેરમાં વધુમાં વધુ પ્લાન્ટેશન કરીને શહેરને હરીયાળુ બનાવાની કામગિરી શરુ કરાઇ છે
જેમાં અલગ અલગ સંસ્થાઓ જેમ કે ટ્રી લવર ફાઉન્ડેશન, નિરજા ફાઉન્ડેશન, કૈલાશ ફાઉન્ડેશન તેમજ અન્ય પર્યાવરણ સાથે સંકળાયેલ તમામ સંસ્થાઓ ના સહકારથી મોટા પ્રમાણમાં શહેરમા પ્લાન્ટેશનની કામગિરી શરુ કરાઇ છે.
Reporter:







