વડોદરા : શહેરમાં વિશ્વામિત્રી નદીના કારણે આવતા પૂરની શક્યતા નિવારવા વિશ્વામિત્રી નદી તથા તેને સંલગ્ન વિવિધ તળાવને ઊંડા કરવા, કાંસોની સફાઈ સાથે ઉંડા કરવા અને દેણા ખાતે નવીન તળાવ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેમાં પાલિકા તંત્રએ અત્યાર સુધી કુલ 3.15 લાખ ક્યુબિક મીટર માટી ઉલેચવાનું કામ કર્યું છે. સૌથી વધુ માટી દેણા તળાવ બનાવવા ઉલેચવામાં આવી છે.
વિશ્વામિત્રી નદી પૂર નિયંત્રણ સમિતિ દ્વારા શહેરના વિવિધ સ્થળોએ જુદા-જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેવી કે, આજવા સરોવર ઊંડું કરવાનું કામ અંતર્ગત અંદાજે 10 લાખ ચો.મી.માં 1.5 મી. ઉંડુ કરી 15 લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી ચાલી રહી છે. પ્રતાપપુરા સરોવર ઊંડું કરવા અંદાજે 3 લાખ ચો.મી.માં 5 થી 7મી. ઉંડુ કરી 20 લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે. દેણા ગામ ખાતે નવીન તળાવ બનાવવા અંદાજે 50,000 ચો.મી. વિસ્તારમાં 5 મી. ઉંડુ કરી 2 લાખ ક્યુ.મી. માટી ખોદીને કાઢવાની કામગીરી ચાલી રહી છે.
રેઇનવોટર હાર્વેસ્ટીંગ વેલ બનાવવા અંદાજે 600 નંગ, જેમાં 450 નાના અને 150 નંગ મોટી કેપેસીટીના ડીપ રીચાર્જ વેલ બનાવવાના, શહેરના 15 તળાવોના ડ્રેજીંગમાં અંદાજીત 3 લાખ કયુ.મી. માટી, શહેરના 10 તળાવોના આઉટલેટની કામગીરી અને વિવિધ કાંસોમાથી અંદાજીત 7.5 લાખ ક્યુ.મી. માટી/સ્લજ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.
Reporter: admin