માલપુઆ બનાવવા માટેની સામગ્રીમાં 250 ગ્રામ ઘઉનો લોટ, 300 ગ્રામ ગોળ અથવા ખાંડ, ( ગોળ અને ખાંડ જો વધુ પસંદ ણ હોય તો લોટ જેટલું લઇ શકાય છે ), 10 ગ્રામ ખસખસ, 7 નંગ મરી, 1 ચમચી ઈલાયચી પાવડર, ઘી અથવા તેલ તળવા માટે જરૂરી છે.
ગોળને પાણીમાં પલાળી ઓગાળી લેવો. બરોબર ઓગળી જાય એટલે તેમાં ઘઉનો લોટ અને મરી પાવડર ઉમેરી, ઈલાયચી પાવડર ઉમેરી ખીરું બનાવી 2 કલાક માટે મૂકી રાખો. ત્યારબાદ ફ્રાય પેન પર ઘી અથવા તેલ મૂકી પુડલા ઉતારી લો. અને તેના લર ખસખસ ભભરાવી દેવી. આ માલપુઆ ખાવામાં ખુબ સારા લાગે છે.
Reporter: admin