ત્રણ દિવસથી સાવલીના અમુક વિસ્તારમાં પાણી ન આવતું હોવાની ફરિયાદ લઈને સાવલી મહિલાઓએ આજે નગરપાલિકાનો ઘેરાવો કર્યો.

ગતરોજ એમજીવીસીએલ દ્વારા સાવલી નગરમાં બાકી રહેલ વીજ બિલને લઇને નગરનાં મુખ્ય વિસ્તારની સ્ટ્રેટ લાઈટનું વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું.જ્યારે નગર પાલિકામાં આજે ફરી એક વિવાદ પાણીના પ્રશ્ન મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે.

સાવલી નગરપાલિકાના સત્તાધીશો અને સાવલી નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા સમગ્ર બાબતે મૌન ધારણ કર્યું, સાવલી નગરની મહિલાઓએ સાવલી નગરપાલિકાને લીધું બાનમાં સાવલી નગરપાલિકા પાણી આપો પાણી આપોના સૂત્રોચાર સાથે મહિલાઓએ સાવલી નગરપાલિકાનો કર્યો ઘેરાવો



Reporter: admin