News Portal...

Breaking News :

આરોપી રક્ષિતની સામે ભારતીય ન્યાય સહિતાની અન્ય કલમોનો ઉમેરો કરો

2025-03-20 16:15:00
આરોપી રક્ષિતની સામે ભારતીય ન્યાય સહિતાની અન્ય કલમોનો ઉમેરો કરો


વડોદરા:  કારેલીબાગ વિસ્તારમાં સર્જાયેલ હિટ એન્ડ રનની ઘટનામાં આજે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા પોલીસ વિભાગમાં આવેદનપત્ર સુપ્રત કરીને આરોપી રક્ષિતને સામે ભારતીય ન્યાય સહિતાની અન્ય કલમોનો ઉમેરો કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. 



હોળીના સપરમાં દિવસે મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારમાં ખાનદાની નબીરા રક્ષિત ચોરસીયા દ્વારા અકસ્માતની ઘટના દરમિયાન એક મહિલાના મોતની સાથે સાત જેટલા અન્ય વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચાડવાની જે બનાવ સામે આવ્યો હતો તેને લઈને હજી સુધી શહેરીજનોમાં આક્રોશ જોવા મળ્યો છે . માત્ર વડોદરા પરંતુ સમગ્ર દેશમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે વિવિધ સંગઠનો પણ હવે મેદાનમાં આવ્યા છે અને રક્ષિત ચોરસિયાને કડકમાં કડક સજા થાય તે માટે જવાબદાર વિભાગને આવેદનપત્રના માધ્યમથી રજૂઆત કરી રહ્યા છે. 


શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા આજે પોલીસ ભવન ખાતે રક્ષિત ચોરસીયા સામે કડક કાર્યવાહી કરવા અંગેની રજૂઆત કરવામાં આવી હતી. સમિતિના કાર્યકરોની માંગ છે કે શહેરમાં અવારનવાર આ પ્રકારના બનાવો બને છે ત્યારે આરોપીને સામે કડક સજા જો થશે તો આવા બનાવોને રોકી શકાશે ઉપરાંત આ અકસ્માતની ઘટનામાં આરોપી દ્વારા ઇરાદાપૂર્વક ખૂબ વધુ સ્પીડે ગાડી હંકારીને ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાનું ફલિત થાય છે જેથી પોલીસ દ્વારા સંશોધનાત્મક અને ઝીણવટ ભરેલી તપાસ કરીને આરોપી રક્ષિત ચોરસીયા સામે નોંધાયેલ એફઆરઆઇ માં ભારતીય ન્યાય સહિતા ની 103 ઉમેરવામાં આવે તો સારવાર લઈ રહેલા લોકોની બાબતે ભારતીય ન્યાય સંહિતાની કલમ નંબર 109 નો ઉમેરો કરવામાં આવે. આમ વિશ્વામિત્રી બચાવ સમિતિના કાર્યકરો દ્વારા પોલીસને આવેદનપત્ર આપી આ બેન કલમોનો fir માં ઉલ્લેખ કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી. છે.

Reporter: admin

Related Post