વડોદરા :શહેરના વાઘોડિયા રોડ પર ગોડાઉન ભાડે રાખી દારૂનો જથ્થો ઉતારનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.
ગોડાઉનમાંથી પોલીસે 6.89 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો છે.પીસીબી પોલીસના માહિતી મળી હતી કે વાઘોડિયા ચોકડી નજીકમાં આવેલ મારુતિ ધામ સોસાયટી સામે એક ગોડાઉનમાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલો આરોપી સુવાલાલ પંચાલ વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને રેડ કરતા ગોડાઉનનું શટર અડધો ખુલ્લું હતું અને દાદર પર એક વ્યક્તિ બેઠો હતો. તેણે પોતાનું નામ સુવાલાલ લાલજીભાઈ પંચાલ (રહે જીવન નગર વુડા)ના મકાનમાં વૃંદાવન ચાર રસ્તા પાસે વાઘોડિયા રોડ હોવાનું જણાવ્યું હતું.
ગોડાઉનમાંથી પોલીસને વિદેશી દારૂની 2,891 બોટલ કિંમત રૂપિયા 6.89 લાખની મળી આવી હતી પોલીસે મોબાઈલ ફોન અને રોકડા મળી 7,00,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યું છે. પોલીસે આરોપીને પૂછપરછ કરતા તેને જણાવ્યું હતું કે આ દારૂનો જથ્થો રાજસ્થાન ખાતે રહેતા નવીન નામના વ્યક્તિ પાસેથી મંગાવ્યો હતો અને ગઈકાલે રાત્રે કન્ટેનરમાં તેને દારૂ મોકલાવ્યો હતો. કન્ટેનરના ડ્રાઈવરે આ ગોડાઉનમાં દારૂ ઉતાર્યો હતો. આ ગોડાઉન પાણીગેટ વિસ્તારમાં રહેતી મહિલા પાસેથી માસિક 5000 ના ભાડા પેટે રાખ્યું છે.
Reporter: admin