News Portal...

Breaking News :

કોર્પોરેશન પાસે પોતાની જમીનના કેટલા દસ્તાવેજો છે અને કેટલા ગુમ થઇ ગયા?

2025-02-19 18:18:08
કોર્પોરેશન પાસે પોતાની જમીનના કેટલા દસ્તાવેજો છે અને કેટલા ગુમ થઇ ગયા?


વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે પોતાની જમીનના કેટલા દસ્તાવેજો છે અને કેટલા ગુમ થઇ ગયા છે તેની તપાસ કરવાની માગણી કોર્પોરેશનની બજેટ બેઠકમાં કરાઇ હતી.


વોર્ડ નં.૨ ના ભાજપના કોર્પોરેટર સામે સમા વિસ્તારમાં કોર્પોરેશનના એક પ્લોટ મુદ્દે એફઆઇઆર થઇ તે મુદ્દો ઊઠતાં તેમણે કહ્યું હતું કે બજેટની બેઠકમાં લાખ રૃપિયા બચાવવાની વાતો થાય છે, પણ કોર્પોરેશનના લાખોની કિંમતના પ્લોટ બચાવવા કોઇ ચર્ચા થતી નથી. સમાના પ્લોટમાં કોર્પોરેશને જમીનના પૂરાવા જ રજૂ ન કર્યા, કારણ કે કોર્પોરેશન પાસે અસલ દસ્તાવેજો જ નથી. કોર્પોરેશનની જમીન છે તો કોર્પોરેશન પાસે જ રહેવી જોઇએ.શાસક પક્ષના નેતાએ કહ્યું કે ખાનગી માલિકોને કોર્પોરેશનની જગ્યાના માલિક થવા ન દેવાય. 


કોર્પોરેશનનું તંત્ર શું કરે છે? કોર્પોરેશન પોતાની જગ્યા માટે અસલ દસ્તાવેજો કેમ ન આપે? પોલીસમાં સી-સમરી ભરાવવી જોઇએ અને કોર્પોરેશનને પૂછ્યા વિના, દસ્તાવેજો ચકાસ્યા વિના ફરિયાદ દાખલ ન કરવી જોઇએ.માજી મેયરે જણાવ્યું હતું કે કોર્પોરેશન કેટલા કેસ હારી અને કેટલા ચાલે છે તે માટે લિગલની જ ખાસ સભા રાખવી જોઇએ. વિપક્ષના પૂર્વ નેતાનું કહેવું હતું કે કોર્પો.ના પેપર અને ફાઇલ ગાયબ થાય એ મિલકત ગાયબ થઇ બરાબર કહેવાય. ડિપાર્ટમેન્ટ અસલ દસ્તાવેજો કેમ સાચવતી નથી? વોર્ડ ૧ ના અને વિપક્ષના કોર્પોરેટરે એવું જણાવ્યું હતું કે અગાઉ રોડના આંદોલન મામલે પોલીસ ફરિયાદ થઇ હતી અને હવે રોડ બનવા દેતા નથી.

Reporter: admin

Related Post