News Portal...

Breaking News :

શહેરના લોકો ને પાણી પૂરૂ પાડવાના ઉદ્દેશ્યથી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઇ મિસ્ત્રી દ્વારા સત્તત પાલિકા તંત્રને સાથે રાખી આયોજન હાથ ધરવામા આવ્યા

2024-04-29 18:54:15
શહેરના લોકો ને પાણી પૂરૂ પાડવાના ઉદ્દેશ્યથી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો.શીતલભાઇ મિસ્ત્રી દ્વારા સત્તત પાલિકા તંત્રને સાથે રાખી આયોજન હાથ ધરવામા આવ્યા

હાલમા ઉનાળાની ઋતુને ધ્યાનમા રાખી વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરીકોને પુરતા પ્રમાણમા પાણી પૂરૂ પાડવાના ઉદ્દેશ્યથી સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલભાઇ મિસ્ત્રી દ્વારા સત્તત પાલિકા તંત્રને સાથે રાખી વિવિધ આયોજન હાથ ધરવામા આવેલ જેમા ખાસ કરીને પુર્વ વિસ્તારમા પાણી વિતરણમા કોઇ તકલીફ ના પડે અને નાગરીકોને પુરતા પ્રમાણમા પાણી મળી રહે તે હેતુથી નીચે મુજબના નવિન આયોજનો હાથ ધરવામા આવ્યા.

 આ પ્રંસગે સ્થાયી સમિતિ ના અધ્યક્ષે જણાવ્યું હતું કે, હાલ દોડકા ખાતે ૪ નવિન ટ્યુબવેલ કાર્તયરત કરવામા આવેલ છે જે પૈકી ૨ ટ્યુબ્વેલ સતત ૨૪ કલાક કાર્યરત રહેશે જેના થકી દૈનિક  ૪.૫ MLD વધુ પાણીનો પુરવઠો મળી સહેશે સાથે અન્ય ૨ ટ્યુબવેલ સ્ટેંડબાય રાખવામા આવેલ છે સાથે રાયકા ખાતે ૪ નવિન ટ્યુબવેલ સતત ૨૪ કલાક માટે કાર્યરત કરવામા આવેલ છે જેમાથી દૈનિક ૧૦.૫ MLD વધુ પાણી પુરવઠો મેળવવમા આવશે આમ સરેરાશ દૈનિક ૧૪.૫ MLD પાણીનો પુરવઠો વધુ મેળવવામા આવશે જેનો હાલમા ટ્રાયલ રન ચાલી રહ્યો છે અને આગામી ૧-૨ દિવસમા સંપુર્ણ પાણીનો પુરવઠો વડોદરા શહેરના વિવિધ વિતરણ મથકો ખાતે પૂરો પાડવામા આવશે. તથા આગામી ૭ થી ૧૦ દિવસમા દોડકા ખાતે નવિન ૪ ટ્યુબવેલ કાર્યરત કરવામા આવશે જેના થકી ૮ થી ૧૦ MLD વધુ પાણીનો જથ્થો મેળવી શકાશે.   

  વધુમા જણાવવાણુ કે, રાયકા અને દોડકા ખાતેથી કમ્બાઇન એચ.એસ.ફીડર લાઇન મારફતે પુર્વ અને ઉત્તર વિસ્તારની ટાંકીઓને લાભ મળશે. જે માથી મુખ્યત્વે પુર્વ વિસ્તારમા આવેલ આજવા, નાલંદા, ગાજરાવાડી, પાણીગેટ, સમા, નોર્થ હરણી અને કારેલીબાગ ટાંકી સહિત ખોડીયારનગર, એર્પોર્ટ, વારસીયા, દરજીપુરા બુસ્ટર ખાતે હાલ ઉપરાંત વધુ ૧૦ MLD પાણી પુરવઠો આપવામા આવી રહ્યો છે જેથી નાગરીકોને પુરતા પ્રમાણમા પાણી વિતરણ કરી શકાશે.    આમ પુર્વ વિસ્તારના ઉપરોક્ત ૧૨ વિતરણ મથકો પર પાણીનો વધુ પુરવઠો પુરો પાડવાથી શહેરના અન્ય વિસ્તારોના વિતરણ મથકો પરનુ ભારણ હડવુ થશે જેથી દરેક વિસ્તારમા પુરતુ પાણી વડોદરા મહાનગરપાલિકા દ્વરા પુરુ પાડવામા આવશે.

Reporter: News Plus

Related Post