News Portal...

Breaking News :

ઘરના કામકાજ બાબતે પતિએ ઠપકો આપતાં પત્ની પુત્રીને લઈને ઘેરથી નીકળી ગઈ

2025-05-04 13:08:28
ઘરના કામકાજ બાબતે પતિએ ઠપકો આપતાં પત્ની પુત્રીને લઈને ઘેરથી નીકળી ગઈ


વડોદરા : પોર ગામમાં શિવ રેસીડેન્સી ખાતે રહેતા શિવદયાલ ગયાપ્રસાદ વિશ્વકર્મા સુથારી કામ કરે છે. 


તારીખ 20ના રોજ રાત્રે તેનો પત્ની ભાવના ઉંમર વર્ષ 39 સાથે ઘરના કામકાજ બાબતે ઝઘડો થયો હતો અને પતિએ આ અંગે પત્નીને ઠપકો આપ્યો હતો. બીજા દિવસે સવારે શિવદયાલ કામ ઉપર ગયો હતો અને બપોરે બપોરે 1:00 વાગે જમવા માટે ઘેર આવ્યો ત્યારે પત્ની ભાવના અને દસ વર્ષની પુત્રી વિશ્વા બંને ઘેર મળ્યા ન હતા. 


ત્યારબાદ પત્ની અને પુત્રીની વ્યાપક શોધખોળ કરવા છતાં પણ બંનેનો પત્તો નહીં લાગતા આખરે વરણામા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે અગાઉ પણ ઝઘડા થતા હતા અને પત્ની તેની પુત્રીને લઈને ઘેરથી નીકળી ગયા બાદ થોડા દિવસો પછી બંને પરત ફરતા હતા. પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.

Reporter: admin

Related Post