વડોદરા: શ્રીરંગ રાજેશ આયરે અને જય સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના માધ્યમથી દર રવિવારે આયોજિત થતી પવિત્ર દર્શન યાત્રાની સેવા વિસ્તારના નાગરિકો માટે જારી છે.

આજે આપણું કાર્યાલય સુભાનપુરા ખાતેથી પુષ્પક ટાઉનશીપ તેમજ ઊંડેરાના નાગરિકો પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર કોટ ગણેશ ગણપતિ મંદિર, બુટ ભવાની માતાજી મંદિર તેમજ ધર્મ જલારામ બાપા મંદિર ખાતે દર્શનાર્થે બસ મારફતે રવાના થયા હતા બાર જેટલી બસોને આજે પ્રસ્થાન કરવામાં આવી હતી

આ તબક્કે રાજેશ આયરે અને શ્રીરંગ આયરે જણાવ્યું હતું કે આવનાર દિવસોમાં બોર્ડની પરીક્ષાના પરિણામ આવવાના છે ત્યારે સારા માર્ક થી ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પણ આ પ્રકારે પવિત્ર દર્શન યાત્રાનો લાભ આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ યાત્રા અવિરત રીતે વિસ્તારના નાગરિકોને પવિત્ર યાત્રાધામોના દર્શન કરાવવા માટે જારી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું.



Reporter: admin