ઉત્તર પ્રદેશ : ઉત્તર પ્રદેશ નોઈડામાં રહેતી યુવતી પોતાના લગ્નના આઠ દિવસ પછી પોલીસ સ્ટેશન પોતાના પતિ વિરુદ્ધ ફરિયાદ કરવા પહોંચી હતી.
યુવતીના કેહવા પ્રમાણે તેની સાથે છેતરપિંડી થઇ હોવાનું જણાવ્યું હતું . તેનો આરોપ હતો કે તેનો પતિ માત્ર ચોથી નાપાસ છે અને સાસરીવાળાઓએ આ વાત છુપાવી હતી. યુવતીએ રડતા રડતા વાત જણાવી કે તેણીની સાથે છેતરપિંડી થઇ અને તેના સાસરીવાળાએ આ વાત છુપાવી રાખી હતી. નોઈડાના લોની ગામમાં રહેતી યુવતીના લગ્ન ૧૮ સ્પેટમ્બરના રોજ થયા હતા. યુવતીના કેહવા મુજબ યુવતીના પિતા આ વાત જાણતા હોવા છતાં તેમને છુપાવ્યું હતું અને તેણીને અંધારામાં રાખી હતી.
તેનીએ પોતાનું જીવન બરબાદ થઇ ગયું હોવાનું ACPને જણાવ્યું હતું .વધુમાં મહીલાએ જણાવ્યું હતું કે તેણીની આ લગ્ન નિભાવા નથી માંગતી અને છુટ્ટા થઇ જવા માંગે છે. તેની સાથે છેતરપિંડીમાં પોતાના પિતાનો હાથ પણ છે તેવું જણાવ્યું હતું. અને લગ્નની ખુશ ન હોવાનું ACPને જણાવ્યું હતું. પોતાનો પતિ માત્ર ૪થી નાપાસ હોવાનું તેણીને પેહેલેથી ન જણાવ્યું હોવાનું મહિલાએ જણાવ્યું.
Reporter: admin