News Portal...

Breaking News :

આઇપીએસ ઑફિસર કામ્યા મિશ્રાએ કેમ રાજીનામું આપ્યું

2024-08-06 17:10:05
આઇપીએસ ઑફિસર કામ્યા મિશ્રાએ કેમ રાજીનામું આપ્યું


પટના: 2019 બેચના આઇપીએસ ઑફિસર કામ્યા મિશ્રાએ પોતાનું રાજીનામું બિહાર હેડક્વાર્ટરને સોમવારે સોંપી દીધું છે. આઇપીએસ અધિકારી કામ્યાના રાજીનામું આપવાના નિર્ણયથી દરેક ચોંકી ગયા છે. 


કામ્યાએ રાજીનામાનું કારણ પારિવારિક ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે ‘હું મારા પિતાની એકમાત્ર દીકરી છું. પિતાનો બિઝનેસ મોટો છે. તે બિઝનેસને સંભાળવા માટે કોઈ નથી.આ જવાબદારી તેમણે પોતાને જ નિભાવવી પડશે. યુપીએસસીની પરીક્ષાને પાસ કરવા માટે ખૂબ મહેનત કરી હતી. હું નોકરીને છોડવા ઇચ્છતા નહોતી, પરંતુ પારિવારિક કારણસર મારે આ નોકરી છોડવી પડશે.


કામ્યા મિશ્રાના પતિ અવધેશ દીક્ષિત છે.અવધેશ દીક્ષિત 2021 બેચના આઇપીએસ અધિકારી છે. બન્નેએ ઉદેપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા.હાલ અવધેશ દીક્ષિત મુજફ્ફરપુરમાં પોતાની સેવા આપી રહ્યા છે. તેમણે IIT બોમ્બેથી બી.ટેક.નો અભ્યાસ પૂરો કર્યો હતો. કામ્યા ઓડિશાના રહેવાસી છે. હાલ પતિ-પત્ની બિહારમાં સાથે જ કામ કરી રહ્યા હતા.

Reporter: admin

Related Post