News Portal...

Breaking News :

કાયર ઓફિસરો, ફાયર ઓફિસરોથી કેમ ગભરાય છે ?

2025-02-22 09:49:19
કાયર ઓફિસરો, ફાયર ઓફિસરોથી કેમ ગભરાય છે ?


વડોદરા કોર્પોરેશનના અધિકારીઓએ તો વડોદરાના લોકોને  સુરક્ષા અને સલામતીની પરવા કર્યા વગર બિન અનુભવી ચીફ ફાયર ઓફિસરના હવાલે મુકી દીધી છે. તેમની આ બેદરકારી ક્યારેક વડોદરાની જનતાને ભારે પડી શકે છે. 


શહેરના નવલખી મેદાન ખાતે હાલ ક્રેડાઇ વડોદરા પ્રોપર્ટી શો ચાલી રહ્યો છે જ્યાં ફાયરને લગતા વખતો વખત સરકારે આપેલા નિર્દેશોનો ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યો છે અને નવાઇની વાત એ છે કે ચીફ ફાયર ઓફિસરે આ ક્રેડાઇ પ્રોપર્ટી શોને એનઓસી પણ આપી દીધી છે. ક્રેડાઇના આ પ્રોપર્ટી શોમાં કોઇ પણ પ્રકારની ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાયું નથી. પ્રોપર્ટી શો કે જ્યાં રોજ હજારો લોકો એકત્ર થાય છે તેમાં કોઇ પણ પ્રકારની ફાયર સિસ્ટમનો ઉપયોગ કરાયો ના હોવાનું ધ્યાનમાં આવ્યું છે. ફાયર સિસ્ટમ વગર જ ચીફ ફાયર ઓફિસરે એનઓસી આપી દીધી છે. જો ક્રેડાઇ વડોદરાએ ફાયરને લગતી કોઇ પણ પ્રકારની સુવિધા ના કરી હોય તો આ એનઓસી શું કામની છે તેવી ચર્ચા શહેરભમાં ચાલી રહી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ હાઇકોર્ટે અવાર નવાર ટકોર કરેલી છે કે જ્યાં પણ લોકોની ભીડ વધુ એકત્રીત થતી હોય તો ત્યાં અચૂક ફાયર સેફ્ટીને લગતાં નિયમોનું પાલન થવું જ જોઇએ પણ લાગે છે કે વડોદરાના ચીફ ફાયર  ઓફિસરને તેની જાણ નથી. તેમને આ બધા નિયમોની જાણ પણ કેવી રીતે હોઇ શકે કારણ કે  તેમણે કોઇ નગરપાલિકા કે મહાનગરપાલિકામાં ફાયરની ફિલ્ડમાં ફરજ બજાવી નથી. જો તેમણે ફાયરના ફિલ્ડમાં ફરજ બજાવેલી હોત તો તેમને લોકોની ફાયર સેફ્ટીની ચિંતા હોત અને યર સુવિધા વગરના ક્રેડાઇ પ્રોપર્ટી શોને એનઓસી જ ના આપી હોત..પણ ભુલ તેમની નથી. ખરી ભુલ તો વડોદરાના અધિકારીઓની છે જેમણે આ નવી લાયકાત કે અનુભવ વગરના ચીફ ફાયર ઓફિસરની ભરતી કરી છે. વડોદરાના નવા ચીફ ફાયર ઓફિસર ભરતી બાદના આ સૌથી પહેલા ટાસ્કમાં જ બિનઅનુભવી પુરવાર થઇ ગયા છે તો પણ પાલિકાના અધિકારીઓને ભાન પડતું નથી. વડોદરા કોર્પોરેશનના મ્યુનિ.કમિશનર અને ડે.કમિશનરે આનો જવાબ આપવો પડશે. બિલ્ડરોને તો કહેવું જ શું..કારણ કે તમામ ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓ બિલ્ડરોના ઇશારે નાચે છે તે તો આખુ વડોદરા જાણે છે. અને તેથી જ બિલ્ડરોએ ફાયર સેફ્ટીની સુવિધા કરી હોય કે ના કરી હોય પણ તેમના પ્રોપર્ટી શોને મંજૂરી મળી જાય છે. તમામ લોકો જાણે છે કે આઇપીએસ, આઇએએસ કે નિવૃત્ત થયેલા આ અધિકારીઓના પૈસા પણ આ જ બિલ્ડર લોબીમાં ફરતા રહે છે જેથી તમામ અધિકારીઓ અને નેતાઓ બિલ્ડરોની આસપાસ ફરતા જ રહે છે. બિલ્ડરો જ શહેરનો વિકાસ કરે છે તેમ અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓનો પણ વિકાસ કરે છે અને તેનાથી હજાર ગણો પોતાનો વિકાસ કરે છે પણ આ પ્રકારના પ્રોપર્ટી શોમાં કે જ્યાં રોજ હજારો લોકો ભેગા થાય છે ત્યાં લોકોની ફાયર સેફ્ટીની સુવિધા કરતા નથી કારણ કે તેમને કોઇ પુછવાવાળું નથી. આખો કેસ ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓ હેન્ડલ કરી લે છે. ફાયર સિસ્ટમ ને લગતું શું શું હોવું જોઇએ.જ્યાં હજારો લોકો રોજ આવે છે તેવા ક્રેડાઇ વડોદરાના પ્રોપર્ટી શોમાં ફાયર રિટારડન્ટ પેઇન્ટ છે કે નહી તેની ચકાસણી કરવી જોઇએ તથા યોગ્ય સંખ્યામાં ફાયર બકેટ, એસ્ટીંગ્યુઝર, 200 લીટર ડ્રમ પણ હોવા જોઇએ. પ્રોપર્ટી શોમાં ઇમરજન્સી ગેટના નામ માત્રના બોર્ડ લાગેલા છે પણ વાસ્તવમાં તે ઇમરજન્સી ગેટ છે જ નહીં. કોઇ પણ ગેટ પર ઇમરજન્સી ગેટના બોર્ડ લગાડી દેવાથી કામ પુરુ થતું નથી . કોઇ પણ સ્થળે કેટલી પબ્લીકની અવરજવર છે તે પ્રમાણે ઇમરજન્સી ગેટ બનાવાના હોય છે.  પ્રોપર્ટી શોમાં નીચે ફ્લોરીંગ સિસ્ટમ નથી કે સમગ્ર શોના સંકુલમાં આપાતકાલિન ચિન્હો કે સૂચનો પણ નિયમ મુજબ લગાવાયેલા નથી. 


આ ઉપરાંત ઇમરજન્સીના સમયે ફાયર વ્હીકલ ચારે બાજુ ફરી શકે તેટલી જગ્યા હોવી પણ જરુરી છે. પ્રોપર્ટી શોમાં જનરેટરો મુકેલા છે પણ ફાયર સેફ્ટીના સાધનો જ મુકાયા નથી. ઉપરાંત ફાયર બ્રિગેડનો બંદોબસ્ત પણ મુકાયો છે પણ જોતાં જ એવું લાગે છે કે ફાયર સિસ્ટમ જ નથી તો પછી ફાયર બ્રિગેડનો સ્ટાફ કામગિરી કેવી રીતે કરી શકશે. ચોંકાવનારી વાત તો એ છે કે ફૂડ કોર્ટ અંદર ના હોવું જોઇએ પણ ટેન્ટથી 10 ફૂટદુર હોવો જોઇએ કારણ કે ફૂડકોર્ટમાં ગેસના સિલીન્ડરો હોય છે. જો કોઇ દૂર્ઘટના સર્જાય તો જવાબદારી કોની તે સવાલ છે. ફાયર સેફ્ટીના નિયમોનું રીતસર ઉલ્લંઘન રાજ્યમાં રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીના નિયમોનો કડક અમલ કરવા રાજ્ય સરકારે વખતોવખત સૂચનાઓ આપેલી છે અને ગેમઝોન હોય કે મેળો હો. અથવા સર્કસ કે કોઇ કથાનું આયોજન હોય, કોઇ નેતાનો કાર્યક્રમ હોય જ્યાં વધુ સંખ્યામાં લોકો એકત્ર થતા હોય ત્યાં ફાયર સેફ્ટીના નિયમો એક સરખા લાગુ પડે છે અને ત્યાં ફાયર સેફ્ટીને લગતા તમામ સાધનો અનિવાર્ય છે. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટે પણ આ બાબતે ટકોર કરેલી છે પણ ક્રેડાઇ વડોદરાના પ્રોપર્ટી શોમાં આ નિયમોનું પાલન જ કરાયું નથી. બિનઅનુભવી સીએફઓની ગંભીર બેદરકારી ક્રેડાઇ વડોદરાના પ્રોપર્ટી શોમાં ફાયર સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડાડી દેવાયા છે અને લોકોની સુરક્ષા સાથે ચેડાં કરાયા છે અને તેમાં જદ નવા તથા બિન અનુભવી સીએફઓની ગંભીર બેદરકારી સામે આવી છે. પ્રોપર્ટી શોમાં ફાયર સેફ્ટીની તમામ સિસ્ટમ કે સાધનો છે કે નહીં તે ચકાસવાની જવાબદારી સીએફઓની છે. આ નિયમોનું પાલન કરવામાં ચીફ ફાયર ઓફિસરે પોતાની કોઇ જ મનમાની કરવાની હોતી નથી કારણ કે લોકોની સુરક્ષાનો સવાલ હોય છે. શહેરમાં કોઇ પણ સ્થળે કોઇ પણ આયોજન દ્વારા આ પ્રકારના કાર્યક્રમો યોજાતા હોય જ્યાં હજારો લોકો ભેગા થતાં હોય ત્યાં ફાયર સેફ્ટી ચેક કરવાની જવાબદારી ચીફ ફાયર ઓફિસરની હોય છે. નવાઇની વાત એ છે કે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ખુદ સ્થળ પર વિઝીટ માટે ગયા હતા તો તેમણે આ બધા નિયમોનું પાલન થયું છે કે નહી તે ચેક કર્યું નહીં હોય તે સવાલ ઉભો થયો છે. ક્રેડાઇ વડોદરાના સત્તાધીશો ફાયર સેફ્ટીના નિયમોને ઘોળીને પી ગયા ક્રેડાઇ વડોદરા એ વડોદરાના બિલ્ડરોની નામાંકિત સંસ્થા છે પણ એનાથી બિલ્ડરોને બધા જ નિયમોને તોડવાની છુટ મળી જતી નથી. શહેરનો વિકાસ કરનારા બિલ્ડરો છે પણ આ કેસમાં ફાયરની મંજૂરી નહીં લેવા માટે કેટલાનો વ્યવહાર?... તે સવાલ પુછાઇ રહ્યો છે. કોર્પોરેશનની બાંધકામ પરવાનગી શાખા, ફાયર વિભાગ, ભ્રષ્ટ અધિકારીઓ, નેતાઓ, સહિતના આપ જાણો છો કેટલાક બે નંબરના  રૂપિયા બિલ્ડરોમાં ફરતા હોય છે. શહેરમાં વર્ષો સુધી ફરજ બજાવનાર આઇએએસ અને આઇપીસએસ કે  રિટાયર્ડઆઇએએસ અને આઇપીએસના પૈસા લાગેલા છે.. બિલ્ડરો ભલે કોઇ પણ હોય પણ ક્રેડાઇ વડોદરાના પ્રોપર્ટી શોને કોઈપણ ફાયર સિસ્ટમ વગરની એનઓસી કેવી રીતે આપવામાં આવી તે એક મોટો સવાલ છે અને ફાયર સેફ્ટીની સુવિધા ના કરી હોય તો આવી કાગળ પરની એનઓસી  શું કામની..ફાયર એનઓસી આપવામાં આવી છે.શહેરમાં ચાલી રહેલા ક્રેડાઇ વડોદરામાં ફાયરની એનઓસી આપવામાં આવી છે. મનોજ કુમાક પાટીલ, ચીફ ફાયર ઓફિસર , વડોદરા ફાયર બ્રિગેડ

Reporter: admin

Related Post