વડોદરા નજીક શંકરપુરા ગામમાં મોટાપાયે ચાલતા દારૃના કટિંગ સમયે જ સ્ટેટ વિજિલન્સે દરોડો પાડીને દારૃનો જથ્થો અને વાહનો કબજે કરી નામચીન વિપુલ ચાવડા સહિત ચારને ઝડપી પાડયા હતાં જ્યારે બુટલેગર ધવલ જયસ્વાલ સહિત બે શખ્સોને ફરાર જાહેર કર્યા છે.

બીજી તરફ શહેરના છાણી ગોરવા રોડ પર સમર્પણ સોસાયટીની સામે ચાલી રહેલા દારુના કટીંગ વખતે પણ એસએમસીની ટીમે દરોડો પાડી 289680 રુપિયાનો દારુનો જથ્થો સહિત વાહનો કબજે કરીને 2 શખ્સને ઝડપી પાડ્યા હતા જ્યારે 3 શખ્સને વોન્ટેડ જાહેર કર્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા-ડભોઇ સ્ટેટ હાઇવે પર રતનપુરની સામેના રોડ પર શંકરપુરા ગામમાં દારૃનું કટિંગ થાય છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે દરોડો પાડી વિપુલ જશવંતસિંહ ચાવડા (રહે.ભાથીજી મંદિર પાસે, શંકરપુરા), ગૌતમસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે.ભાથીજી મંદિર પાસે, શંકરપુરા), મિહિર ગીરીશ જયસ્વાલ (રહે.જૈન વગા, પંડયા શેરી, ડભોઇ) અને રવિ રમેશ વસાવા (રહે.મોટા ભીલવાડા, ડભોઇ)ને ઝડપી પાડયા હતાં.પોલીસે સ્થળ પરથી દારૃની ૧૫૨૪ બોટલો (કિંમત 242640 રુપિયા) ચાર મોબાઇલ, ત્રણ વાહનો, રોકડ મળી કુલ રૃા.૨૩.૧૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ પૂછપરછમાં દારૃનો જથ્થો મોકલનાર ધવલ રાજુ જયસ્વાલ( રહે.જૈન વગા, પંડયા શેરી, ડભોઇ) અને કપીલ (રહે.છતાલા, અલીરાજપુર, એમપી)નું નામ ખૂલતાં બંનેને ફરાર જાહેર કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે ડભોઇના જૈન વગામાં રહેતો નામચીન બૂટલેગર ધવલ જયસ્વાલ ફરાર હોવા છતાં તે બિન્ધાસ્ત દારૃનો વેપલો કરતો હતો. બે સપ્તાહ પહેલાં જ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા-સાગબારારોડ પર દારૃનો જથ્થો ભરેલો એક ટેમ્પો ઝડપાયો હતો જેમાં ધવલ જયસ્વાલનું નામ ખૂલ્યું હતું અને આ કેસમાં હજી પણ તે વોન્ટેડ છે.બીજી તરફ એસએમસીની ટીમે બાતમીના આધારે શહેરના છાણીથી ગોરવા તરફ જતા રોડ પર સમર્પણ એપાર્ચટમેન્ટની સામે દારુના કટીંગ વખતે દરોડો પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી દારુની 2024 બોટલ (કિંમત 289680 રુપિયા) તથા એક વાહન સહિત 1161680 રુપિયાનો મુદ્દામાલ કબજે કરીને દિપેન ઉર્ફે ભોલો દિનેશ વાળા (રહે, શ્રીજી એપાર્ટમેન્ટ, ગોરવા) તથા સન્ની પ્રકાશ ધાવાડી (લક્ષ્ય એવન્યુ, ખોડીયારનગર)ને ઝઢપી પાડ્યા હતા જ્યારે દારુનો જથ્થો મંગાવનાર બુટલેગર મનોજ ઉર્ફે પાપડ શંકર નારસિંહભાઇ (રહેસ નર્મદેશ્વર સોસાયટીસહયોગ ગરવા) તથા કટીંગ કરાવનાર મોહિત ઉર્ફે બોબડો દિલીપ અગ્રવાલ (રહે, ગુણાતીત પાર્કસ ગોત્રી રોડ અને દારુનો જથ્થો મોકલનાર મળીને 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યો હતો.
Reporter: admin