આગામી 26 ફેબ્રુઆરીએ યોજાનારી શિવજી કી સવારી યાત્રાનું આયોજન તથા સુરસાગર સ્થિત સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમનો ખર્ચ કરવાની સત્તા મ્યનિસિપલ કમિશનરને આપવામાં આવી છે.

શુક્રવારે મળેલી સ્ટેન્ડિગ કમિટીની બેઠકમાં જનસંપર્ક વિભાગ દ્વારા કરાયેલી આ દરખાસ્તને સ્ટેન્ડિગ કમિટીએ મંજૂરી આપી હતી. આગામી 26-02-2025ના રોજ મહાશિવરાત્રી નિમીત્તે સુવર્ણ સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા પ્રતિ વર્ષ મુજબ શહેરમાં શિવજી કી સવારીનું આયોજન કરાયું છે. આ ઉપરાંત સુરસાગર ખાતે સર્વેશ્વર મહાદેવની મહાઆરતીના કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે. આ કાર્યક્રમમાં વડોદરા કોર્પોરેશનમ તરફથી કેટલીક વ્યવસ્થાઓ કરવા તથા મહાઆરતીના સ્થળે સ્ટેજ બનાવવા , ફોટોગ્રાફી વિડીયોગ્રાફી સહિતના તમામ ખર્ચા તથા લાઇટીંગ, રોશનીની વ્યવસ્થા તથા ફુલહારની વ્યવસ્થા સહિતના તમામ ખર્ચાઓ અને વ્યવસ્થા સંસ્કાર કાર્યક્રમના બજેટ હેડમાં મંજૂર થયેલી રકમમાંથી અન્યથા સરકાર તરફથી મળનાર ગ્રાન્ટમાંથી ખર્ચ કરવા અને આકસ્મીક ખર્ચા કરવા સહિતની તમામ ખર્ચા કરવા સહિતની દરખાસ્ત જનસંપર્ક વિભાગ દ્વારા સ્ટેન્ડીગ કમિટી સમક્ષ કરાઇ હતી.

સ્ટેન્ડીગ કમિટીએ આ દરખાસ્ત મંજૂર કરીને તમામ ખર્ચો કરવા કમિશનરને સત્તા આપી હતી. ઉલ્લેખનિય છે કે તાજેતપમાં 2023માં યોજાયેલી શિવજી કી સવારી અને તેને સંલગ્ન કાર્યક્રમોનો ખર્ચો રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી કરવા માટેનો મુદ્દો ઉઠ્યો હતો અને આ ખર્ચ કરવાની દરખાસ્તને સ્ટેન્ડિગ કમિટીએ મુલતવી કરી દીધી હતી ત્યારબાદ વિવાદ સર્જાયો હતો. માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે આ મુદ્દે વિવાદાસ્પદ નિવેદન કરીને સ્ટેન્ડીગ ચેરમેન પર દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
Reporter:







