News Portal...

Breaking News :

ટીપી સ્કીમના 19 પ્લોટમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરવામાં આવશે

2025-02-21 18:20:44
ટીપી સ્કીમના 19 પ્લોટમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરવામાં આવશે


વડોદરા : મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં જ્યાં ટ્રાફિક વધુ રહે છે તેવા વિસ્તારોમાં ટીપી સ્કીમના 19 પ્લોટમાં પે એન્ડ પાર્ક સુવિધા ઉભી કરવામાં આવનાર છે. 


કોર્પોરેશનના વર્ષ 2025-26 ના મંજુર થયેલા બજેટમાં આ માટે આયોજન મૂકવામાં આવ્યું છે. વડોદરા કોર્પોરેશનના હદ વિસ્તારમાં વધેલા વાહન વ્યવહારથી ટ્રાફીકની સમસ્યાની સાથે સાથે પાર્કીંગના પ્રશ્નો માથાના દુખાવા સમાન બન્યા છે. કોર્પોરેશન દ્વારા જી.પી.એમ.સી.એકટની જોગવાઈઓ હેઠળ પાર્કીંગ પોલીસી ડ્રાફટ કરવામાં આવેલ હતી, જેને સ્થાયી સમિતિ બાદ સમગ્ર સભાએ મંજુરી આપી છે. મંજુર પાર્કીંગ પોલીસી મુજબ કોર્પોરેશનમાં વી.એમ.સી. ટ્રાફીક સેલની રચના કરી પાર્કીંગ બાયલોઝ ડ્રાફ્ટ કરાયા હતા, જેને પણ સમગ્ર સભાની મંજુરી મળી ગઈ છે. 


મંજુર પાર્કીંગ પોલીસી તથા બાયલોઝ સરકારની મંજુરી અર્થે મોકલવામાં આવ્યા છે. જેની મંજુરી મળ્યા બાદ અમલવારી કરવામાં આવશે. કોર્પોરેશન દ્વારા જે 19 પ્લોટ શોધી કાઢવામાં આવ્યા છે, તે શહેરના મહેસાણા નગર, સમા તળાવ પાસે, હરણી સમારોડ, સયાજીપુરા પાણી ટાંકી પાસે, સુભાનપુરા, નટુભાઈ સર્કલ, અટલાદરા, ગોત્રી, મકરપુરા જીઆઇડીસી, તાંદળજા, વાસણા, દંતેશ્વર અને તરસાલી વગેરે વિસ્તારમાં છે. કોર્પોરેશનના આઇટી વિભાગ દ્વારા પણ બીજા પ્લોટોનું જીઓ ફેન્સીંગ કર્યું છે, જે પાર્કિંગ વ્યવસ્થા માટે ઉપયોગમાં લેવામાં આવશે.

Reporter: admin

Related Post