News Portal...

Breaking News :

કોના બાપની દિવાળી, પાલિકાનાં ભ્રષ્ટ અધિકારીઓની ઘોર બેદરકારી

2025-03-29 09:36:26
કોના બાપની દિવાળી, પાલિકાનાં ભ્રષ્ટ અધિકારીઓની ઘોર બેદરકારી


ગણતરી વગરની ખરીદી, અક્કલ વગરનાં વર્ક ઓર્ડર...
ઊંચા ભાવની ખરીદી કરીને વેપારીને લાભ કરી આપવાનું કૌભાંડ.
પાલિકાનાં સેન્ટ્રલ સ્ટોરમાં સડી રહ્યો છે કરોડોનો માલ , કોર્પોરેશનના અધિકારીઓનો પૈસાનો વેડફાટ...




મ્યુનિસિપલ કમિશનર ખુલાસો કરે ક્યા વિભાગનો છે માલ...
વડોદરા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓને વડોદરાની જનતાના ટેક્સરુપે આવેલા પૈસાની કોઇ જ પડી નથી કે કદર પણ નથી. પ્રજા પરસેવો પાડીને પોતાનો ટેક્ષ એટલા માટે ચૂકવે છે કે તેને સારી સુવિધા મળે પણ કોર્પોરેશનના અધિકારીઓ કે કર્મચારીઓને તેની કિંમત નથી. શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં ખુલ્લામાં બ્લ્યુ કલરની કરોડોનાં મુલ્યની પ્લાસ્ટિકની પાઇપો સડી રહી છે. પાણીના સ્માર્ટ મીટરો અને બ્રિજના બિમ વપરાયા વગરના પડી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે જો જરુર ન હતી તો આ તમામ ચીજોની ખરીદી કરવાની જરુર શી હતી. સેન્ટ્રલ સ્ટોરમાં વપરાયા વગર સડી રહેલા આ કરોડો રુપિયાના માલનો જવાબદાર કોણ છે તે સવાલનો જવાબ કમિશનરે,સીટી એન્જિનીયરે આપવો જરુરી છે.

કોર્પોરેશનના અટલાદરા વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ સ્ટોરની જો તમે મુલાકાત લો તો ખબર પડી જશે કે પ્રજાના પૈસાનો કેવો વેડફાટ થઇ રહ્યો છે. પારકા પૈસે દિવાળી કરવામાં માનતા કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ જરુર ના હોય તો પણ વધારે માલ મંગાવીને કટકી કરી લેતા હોવાનું સેન્ટ્રલ સ્ટોરમાં જોવા મળે છે. કારણ કે સેન્ટ્રલ સ્ટોરમાં પાણીના સ્માર્ટ મિટરો તથા પ્લાસ્ટીકની પાઇપો અને અટલ બ્રિજમાં ઉપયોગમાં ના લેવાયેલા બિમ વપરાયા વગરના સડી રહ્યા છે. સવાલ એ થાય છે કે આ ક્યા ક્યા વિભાગનો માલ છે અને કેમ અહીં પડી રહ્યો છે. ખુલ્લામાં પડી રહેવાના કારણે , પ્લાસ્ટીકની પાઇપો અને બિમ સડી રહ્યા છે. પ્લાસ્ટીકની પાઇપોમાં તો કાણા પડી ગયા છે. જો તમારે જરુર ના હોય તો તમે શા માટે ખરીદી કરી તે સવાલ પુછાય તે સ્વાભાવિક છે અને કમિશનરે આ બાબતે વડોદરાની જનતાને જવાબ આપવો જોઇએ. અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની મીલીભગતમાં તેને મદદ કરવા આ માલ મંગાવેલો છે કે કેમ તેની પણ તપાસ થવી જોઇએ. આ સડી રહેલો માલ જોઇને કોઇ પણ વડોદરાવાસીઓનું આંતરમન કકળી ઉઠે કારણ કે આ નાગરિકોનાં ટેક્ષની રકમમાંથી મંગાવેલો માલ છે. કોર્પોરેશનનાં અધિકારીઓને પ્રજાના પૈસાનો વેડફાટ કરવાનો અધિકાર નથી.  કમિશનરે આ મામલે ઉંડી તપાસ કરાવવી જોઇએ. ક્યા અધિકારીઓની બેદરકારીથી આ માલ વર્ષોથી અહીં પડી રહ્યો છે. શા માટે પડી રહ્યો છે અને ક્યા કામો માટે આ માલ મંગાવાયેલો હતો. જો કોઇ કામ માટે આ માલ મંગાવેલો હતો તો પછી તેનો કેમ ઉપયોગ ના કરાયો તે સવાલ પણ ઉઠી રહ્યો છે. આ ક્યા વિભાગનો માલ પડી રહ્યો છે તેનો એચઓડી તથા કમિશનરે ખુલાસો કરવો પડશે



પ્લાસ્ટીકની પાઇપોમાં તો ઉંદરોએ કાણાં પાડ્યા છે...
કોર્પોરેશનના સેન્ટ્રલ સ્ટોરમાં પડી રહેલો આ માલ સડી રહ્યો છે. કોર્પોરેશનના અધિકારીઓએ આ માલ આટલો બધો કેમ ખરીદ્યો તે એક સવાલ છે અને તેનો જવાબ કમિશનરે આપવો જોઇએ. ઘણા સમયથી આ માલ ખુલ્લામાં સડી રહ્યો છે. પ્લાસ્ટીકની પાઇપોમાં તો કાણાં પડી ગયા છે. કરોડો રુપિયાનો માલ સડી રહ્યો છે ત્યારે સવાલ એ થાય છે કે કોના બાપની દિવાળી છે.

સડી ગયેલો માલ અંદાજે 10 ટ્રક જેટલો...
આ સડી ગયેલો માલ સાતથી દસ ટ્રક ભરાય તેટલો બધો છે. ટેન્ડર પાસ થયા બાદ ક્યા અધિકારીએ પોતાના  કોન્ટ્રાક્ટર માટે આ માલ મંગાવેલો છે. ક્યાં વિભાગ માં ટેન્ડર પાસ કરીને મંગાવામાં આવ્યો હતો. ક્યાં અધિકારી અને કોન્ટ્રાકટર ને ફાયદો કરાવવા માટે? પ્લાસ્ટિક ની પાઇપો મગાવી તો તેનો ઉપયોગ કેમ ના કર્યો? જો કોઇ કામ માટે આ માલ મંગાવેલો હતો તો પછી તેનો કેમ ઉપયોગ ના કરાયો તે સવાલ પણ ઉઠી રહ્યો છે. આ ક્યા વિભાગનો માલ પડી રહ્યો છે તેનો કમિશનરે ખુલાસો કરવો પડશે. ક્યા સુધી વડોદરાની જનતાના પૈસાનો આ રીતે વેડફાટ થતો રહેશે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમા કામોમાં જે રીતે બેફામ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે અને શહેરની જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે વિકાસના કામોના નામે કોર્પોરેશન બેફામપણે ખર્ચા કરીને આ રીતે માલ મંગાવે અને તેનો ઉપયોગ ના થાય અને ખુલ્લામાં સડે તે કેટલું યોગ્ય છે.

Reporter: admin

Related Post