વડોદરા શહેરના સ્ટેશન વિસ્તારમાં સીટી બસ સ્ટેશન પાસેથી વડોદરા મહાનગરપાલિકા ની દબાણ શાખા ની ટીમ દ્વારા ગેરકાયદેસર દબાણ યુક્ત લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા હતા જેમાં બે પાન પડીકીની લારીઓ પ્રજ્ઞાચક્ષુ અને દિવ્યાંગની પણ જપ્ત કરવામાં આવી હતી તારે બેરોજ જાગ્યા છેલ્લા કેટલાય દિવસથી આ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા પાલિકાની કચેરીમાં લારી છોડાવવા ધક્કા ખાતા હોય અને પાલિકામાંથી 2500 રૂપિયા દંડ ભરો ત્યારબાદ જ લારી છોડવામાં આવશે તેવું તેમને જણાવતા લાચાર પ્રજ્ઞાચક્ષુ દ્વારા પાલિકા ખાતે મીડિયા સમક્ષ પોતાની વેદના ઠાલવી હતી અને ઘર નિર્વાહ ચલાવવાનું પણ મુશ્કેલ બન્યું હોવાનું જણાવ્યું હતું

બાદ વડોદરાના પ્રથમ નાગરિક પિન્કીબેન સોની ને રજૂઆત કરવા પહોંચ્યા હતા મેયર દ્વારા તેમની આપવીતી સાંભળી તાત્કાલિક અધિકારીને બોલાવ્યા હતા અને કોઈપણ રકમ ભર્યા વગર તેમની લારી છોડવા હુકમ કર્યો હતો અને જ્યાંથી લારી જપ્ત કરી છે ત્યાં જ લારી પાછી મૂકી દેવા અધિકારીને જણાવ્યું હતું.

...
Reporter: admin