વડોદરા : મહાનગરપાલિકાની વડી કચેરી - મુખ્ય કચેરીના એક બે ત્રણ માળના ટોયલેટ જર્જરિત હાલતમાં હોય ઉપયોગ માટે બંધ કરવામાં આવેલ છે, અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેવા કાગળના પોસ્ટર પતરા પર લગાવેલ છે ત્યારે જો વડોદરા શહેરમાં કે અન્ય જગ્યાએ મકાન એપાર્ટમેન્ટ કોઈપણ વસ્તુ જર્જરીત હોય તો ત્યાં નોટિસો આપવામાં આવે છે અને ઉતારવા માટે વારંવાર જાણ કરવામાં આવે છે ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમા કોણ નોટિસ આપશે ?

કેમ ફાયર વિભાગ પણ જાગતું નથી ?
જો તૂટી પડશે અને જાન માલનું નુકસાન થશે લોકોના મૃત્યુ થશે ત્યાર બાદ તંત્ર જાગશે ? એક બાજુ જર્જરિત બ્રીજો તૂટી રહ્યા છે. આ વડોદરા મહાનગરપાલિકાની કચેરીમાં વિવિધ વિભાગો આવેલા છે જેમ કે જમીન મિલકત,પાણી પુરવઠા,ટાઉન પ્લાનિંગ મિકેનિકલ, વગેરે,સાથે આ વિભાગના તમામ કર્મચારીઓને અરજદારોને ટોયલેટ બાથરૂમ કરવા કેટલા દૂર જવાનું તે સૌથી મોટો વિષય છે આ બિલ્ડીંગમાં સૌથી નીચે એક્રોચમેંન્ટ રીમુવલ, આકારણી વિભાગ, પેન્શન વિભાગ ની કચેરી આવેલી છે. તો વડોદરા મહાનગરપાલિકા નહીં જાગે અને કોઈ બનાવ બનશે તો તેના જવાબદાર વહીવટી વડા રહેશે તેવું સામાજિક કાર્યકરએ જણાવ્યું હતું.






Reporter: admin







