અમદાવાદ : ગુજરાતમાં જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ભીમ સેના નામના સંગઠનનો વડા નવાબ સતપાલ તંવરે મારી નાખવાની ધમકી આપી છે.
હાલમાં નવાબ સતપાલ તંવર બે કારણોસર ચર્ચામાં છે. એક તરફ તેણે લોરેન્સ બિશ્નોઈને 2 કલાક 4 મિનિટમાં ખતમ કરી નાખવાની વાત કહી રહ્યો છે. તો બીજી તરફ તંવરે દાવો કર્યો છે કે લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ મને ધમકીઓ આપી રહ્યો છે. તો આ નવાબ સતપાલ તંવર છે કોણ? અને લોરેન્સ બિશ્નોઈ સાથે તેની દુશ્મની કેમ છે.હકીકતમાં નવાબ સતપાલ તંવર ભીમ સેના નામના સંગઠનનો વડા છે. તંવરે 2010માં આ સંગઠનની સ્થાપના કરી હતી. તેના દ્વારા તે દલિતોનો અવાજ ઉઠાવવાનો દાવો કરે છે. ભૂતપૂર્વ સૈનિકનો પુત્ર સતપાલ પોતાને ધાર્મિક અને જાતિ આધારિત ભેદભાવનો વિરોધી હોવાનો ગણાવે છે. તે ગુરુગ્રામના ખાંડસા વિસ્તારના રહેવાસી છે. તંવર વર્ષ 2016માં પહેલીવાર ચર્ચામાં આવ્યો હતો. જ્યારે તેણે હરિયાણાની પ્રખ્યાત ડાન્સર સપના ચૌધરી વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો.
આ સિવાય ભાજપ નેતા નુપુર શર્મા વિરુદ્ધ નિવેદન આપીને પણ તે ચર્ચામાં આવ્યો હતો. ત્યારબાદ દિલ્હી પોલીસે તેની ધરપકડ પણ કરી હતી.લાંબા સમયથી ભીમ સેના પ્રમુખ નવાબ સતપાલ તંવર લોરેન્સ બિશ્નોઈ તરફથી ધમકીઓ મળવાની વાત કરી રહ્યો છે. આ વર્ષે એપ્રિલમાં તેણે લોરેન્સ બિશ્નોઈ તરફથી પોતાને ધમકીભર્યો પત્ર મળવાની વાત કરી હતી. ત્યારે તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી. હાલમાં જ મુંબઈમાં બાબા સિદ્દીકીની હત્યા બાદ સતપાલ તંવરે લોરેન્સ બિશ્નોઈને માટીમાં મિલાવી દેવાની વાત ખી હતી. તેણે એક વીડિયોમાં કહ્યું હતું કે, 'લોરેન્સ બિશ્નોઈ એક ખતરનાક દેશદ્રોહી અને ગુનેગાર છે. જો ગૃહમંત્રી પરવાનગી આપશે તો અમે 2 કલાક અને 4 મિનિટમાં લોરેન્સ બિશ્નોઈને માટીમાં મિલાવી દઈશું. અને આખી દુનિયામાંથી લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ મિટાવી દઈશું.'આ અંગે પોલીસના પ્રવક્તાએ કહ્યું હતું કે, 'અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે ધમકી અનમોલ બિશ્નોઈના નામે કોઈ અન્ય વ્યક્તિ દ્વારા આપવામાં આવી છે. સતપાલ તંવરને કોણે ફોન કર્યો હતો તેની હાલ તપાસ કરવામાં આવી રહી છે.'
Reporter: admin