નવી દિલ્હી : બાંગ્લાદેશમાં તાજેતરની બળવાની રાજકીય સ્થિતિ વચ્ચે ત્યાંના વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડીને ભારત તરફ ભાગવું પડ્યું. હવે આ ઘટના વિશે કોંગ્રેસના દિગ્ગજ નેતા સલમાન ખુરશીદે મહત્ત્વની ટિપ્પણી કરી છે.
તેમણે ચેતવણીભર્યા શબ્દોમાં કહ્યું કે બાંગ્લાદેશમાં જેવી સ્થિતિ છે અને ત્યાં જેવી ઘટનાઓ બની રહી છે તેવી સ્થિતિ ભારતમાં પણ સર્જાઈ શકે છે. સલમાન ખુરશીદે આપી ચેતવણી પૂર્વ કેન્દ્રીયમંત્રી સલમાન ખુરશીદે શિક્ષણવિદ મુજીબુર રહેમાનના પુસ્તક 'શિકવા એ હિન્દ : ધ પોલિટિકિલ ફ્યૂચર ઓફ ઈન્ડિયન મુસ્લિમ્સ' ના લોન્ચિંગના અવસરે આ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું કે કાશ્મીરમાં બધું સામાન્ય દેખાઈ શકે. અહીં બધે જ બધુ સમાન્ય દેખાઈ શકે છે. આપણે જીતની ઉજવણી કરી રહ્યા હોઈશું. જોકે અમુક લોકો માને છે કે એ જીત કે પછી 2024ની સફળતા કદાચ સામાન્ય જ હતી. હજુ પણ કંઇક કરવાની જરૂર છે.
પૂર્વ વિદેશમંત્રીએ કહ્યું કે બાંગ્લાદેશમાં જે ઘટનાઓ બની રહી છે તે ભારતમાં બને તો નવાઈ નહીં. બાંગ્લાદેશમાં આ ઘટના જેવી રીતે ફેલાઈ છે તેવી ભારતમાં ફેલાતી રોકવામાં આવે છે. દક્ષિણ-પૂર્વ દિલ્હીના શાહીન બાગમાં CAA વિરુદ્ધ મહિલાઓની આગેવાની હેઠળના દેખાવ લગભગ 100 દિવસ સુધી ચાલુ રહ્યા અને દેશભરમાં સમાન વિરોધને પ્રેરણા મળી. મનોજ ઝાને લાગે છે કે શાહીન બાગ ચળવળ સફળ રહી હતી, જ્યારે સલમાન ખુર્શીદનું માનવું છે કે આંદોલન નિષ્ફળ ગયું છે કારણ કે વિરોધનો ભાગ બનેલા ઘણા લોકો હજુ પણ જેલમાં છે. ખુર્શીદે એમ પણ કહ્યું કે આજે દેશમાં શાહીન બાગ જેવું બીજું આંદોલન ન થઈ શકે. કોંગ્રેસ નેતાએ કહ્યું, "તમને ખરાબ લાગશે જો હું કહું કે શાહીન બાગ નિષ્ફળ ગયો?આપણામાંથી ઘણા માને છે કે શાહીન બાગ સફળ રહ્યો, પરંતુ હું જાણું છું કે શાહીન બાગ સાથે જોડાયેલા લોકોનું શું થઈ રહ્યું છે.
Reporter: admin