News Portal...

Breaking News :

હાલ માં જે તહેવારોમાં દેખાડો વધી ગયો છે જવાબદાર કોણ ?

2025-09-29 10:52:27
હાલ માં જે તહેવારોમાં દેખાડો વધી ગયો છે જવાબદાર કોણ ?

હમણા નવરાત્રી ચાલે છે ત્યારે આ પ્રશ્ન બહુજ મહત્વ નો થઇ જાય છે. તહેવારો ની મહત્વતા ઘટતી જાય છે અને તના અંદર મૂળભૂત મહત્વ ના રહેતા દેખાડો વધતો જાય છે. કાળક્રમે જુઓ તો બદલાવ તો આવે  પણ આ બદલાવ નથી બદી છે જે સમાજ માટે જોખમ સ્વરૂપ છે. 


જન્મ, લગ્ન કે તહેવારોમાં દેખાડો વધી ગયો છે જે ઘેલછા છે કે અછાકલાપણું છે કઈ સમજાતું નથી. ઢોલ પીપુડી, કે બેન્ડની જગ્યા પર ડીજે સ્થાન લઇ રહ્યું છે જેમાં ભાતીગળ સંગીત ના બદલે સંસ્કૃતિ નેવે મૂકી સંગીત પીરસાઈ છે. સરવાળે જે મંગલ ગીતો ગવાતા હતા તેના બદલે નવુજ કૈક દેખાઈ રહ્યું છે. પ.પૂ. યોગી ડૉ.જ્યોતીર્નાથજી દ્વારા એમના પ્રવચનના અંશો જે બહુજ મહત્વ ના છે.  સમાજ એટલે શું જેના માં સમાજ હોય તેને સમાજ કહેવાય. અહી સમાજ માં સમજ નો અભાવ દેખાઈ છે. ભારત વર્ષ ની સંસ્કૃતિ મુલત: સનાતન ને વરેલી છે. જેમાં દરેક તહેવાર ને ઉત્સવો કે રીતી- રીવાજો જે છે તે ભૌગોલિક પરિસ્થિતિ અને સાથે સાથે વાતાવરણ ના બદલાવ ને લક્ષ્ય માં રાખી બનેલા છે. પણ ફરી કહું તો મુલ સ્વરૂપો બદલાય ગયા છે. હમણા નવરાત્રી ના પવિત્ર દિવસો છળે છે ત્યારે આ નવરાત્રી જોય ને એમ થાય કે શું આવી નવરાત્રી ? ગુજરાતી લોકો નો સૌથી મહત્વ નો તહેવાર જેમાં “માં આદ્ય શક્તિ”  ની આરાધના ને જીવન માં આવનાર દિવસો માટે શરીર ની સ્વાસ્થતા ધ્યાન માં રાખી ઉજવાતો તહેવાર આમતો આ દશ દિવસો જે શક્તિ ની ઉર્જા આપે છે ને શરીર માંથી રોગ શત્રુ નો નાશ કરે છે. યોગી શ્રી ડૉ. જ્યોતીર્નાથજી ના મતે નાવા વસ્ત્રો પરિધાન કરી જ્યારે સજી ધજી ને બહેન દીકરીઓ ગરેબે રમવા નીકળે ત્યારે દરેક નારી નારાયણી બની જાય છે. કુમળી બાળાઓ કે વૃદ્ધ માતાઓ દરેક એક નવા સ્વરૂપે જોવા મળે છે. ત્યારે ગરબાના એ સ્થાન ને જ્યાં ગરબો એટલેકે માતાજી ણા સ્થાપન થયા હોય તે જગ્યા પવિત્ર જગ્યા જ્યાં લોકો એક પ્રકાર ની પ્રદક્ષિણા લે છે ત્યાં ની ગરિમા શું જળવાય છે ? 


દરેક નો જવાબ હશે “ના “ તો કેમ જવાબ માં આપણ ને જવાબ આપતા તકલીફ પડે છે તો આની વરવી સત્યતા સમજવાની જરૂર છે. આપણે ક્યાંક ને ક્યાંક ખુદજ એટલેકે સમાજ જવાબદાર છે. માતા પિતા થી લઇ ને વડીલો કે સમાજના  સુધારાવાદી લોકો કે અમુક મોટીવેશનલ પ્રવચન કર્તાઓ, કલાકારો જેવા ઘણા સમાજ ને જ્ઞાન આપવા માં કાચા પડ્યા છે અથવા જે પીરસવાનું હતું તે ના પીરસતા આધુનિકતાના નામે ભલતુજ પીરસી દીધું  શું આ આધુનિકતા છે જેમાં સંસ્કાર, શરમ, લાજ કે સમાજ દાવ પર લાગી જાય. નથી જોઈતી આવી આધુનિકતા જેના થી સનાતન ને હાનિ થાય. ભણતર કદી એમ નથી કહેતું કે સમાજ માં આ બધું ભૂલી જવું.હવે મૂળ પ્રશ્ન પર આવીએ તો જવાબદાર કોણ સૌથી પહેલા જવાબદાર કુટુંબના લોકો જેઓ સમાજ માં આવનાર પેઢી ને પીરસવા માં કાચા પડે છે કે દેખાડો કરવા માં અમે કૈક છે તે બતાવવા માં સંકાર નેવા મુકીએ છે. દીકરી કે દીકરો જે  કાઈ કરે છે તેમાં વસ્ત્રપરિધાન થી લઇ ને ખાવા પીવા સુધી દરેક બાબતે કોઈ સમાજ કે સાચું જ્ઞાન નથી આપી શકતા કે નથી આપતા. બીજા નંબરે સમાજના મોભીઓ જે લોકો ની જવાબદારી છે જેમાં મોટીવેશનલ સ્પીકર પણ આવી જાય, લોકસાહિત્ય કે હાસ્ય રંગ ફેલાવતા કળા કરો પણ આવી જાય તે સમાજના રીતી રીવાજો બાબતે તીખ્ખળ ઉડાવે છે. અને સચ મૂળ કારણ શીખવાતા નથી. પોતાની મૂળ સંસ્કૃતિ ભૂલી બહુ મોર્ડન ના થવાય પણ મૂળ સંસ્કૃતિ ની સાથે મળેલ જ્ઞાન નો વિનય પૂર્વક ઉપયોગ સાચું જ્ઞાન છે. અંગ પ્રદર્શન કે કપડા થી સંકૃતિ કે જ્ઞાન નથી મપાતું પણ વિવેક અને સંસ્કૃતિ  ના હોથા હેઠળ જ્ઞાન  કે સમાજ કે સંસ્કૃતિ સચાવાશે.

Reporter: admin

Related Post