કોઈપણ કાંડમાં, માત્ર ભારત માતાકી જય-વંદે માતરમનાં નારા લગાવવાથી કોઈ પિડીતોની વેદનાં-વ્યથા-પ્રશ્નોને દબાવી શકાય નહી...
હરણી બોટકાંડમાં સ્થાનિક નેતાઓ-હોદ્દેદારો વામણાં પુરવાર થયા. સાંસદ- ધારાસભ્યો-મેયર,ચેરમેન,સંગઠનનાં હોદ્દેદારોએ જો રસ લીધો હોત તો આ પ્રશ્ન મુખ્યમંત્રી સુધી પહોંચ્યો જ ના હોત..

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જાહેર કાર્યક્રમમાં હરણી બોટકાંડની પીડિત મહિલાઓએ સવાલ પુછતાં વડોદરા ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને સાંસદની પણ આબરુને બટ્ટો લાગ્યો છે. તેનું પ્રેશર હવે પોલીસ ઉપર આવી રહ્યું છે. પોલીસ આ બંને મહિલા કોર્પોરેટર આશિષ જોશીના કહેવાથી ગઇ હોવાનું દ્રઢપૂર્વક માની રહી છે . બીજી તરફ વડોદરા સાંસદ અને ધારાસભ્યએ આજે ગુજરાતની અસ્મિતા તરફથી ટેલિફોનીક સંપર્ક કરીને સમગ્ર મામલે તેમનો અભિપ્રાય જાણવામાં આવ્યો હતો. તેમાં સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા એટલા વ્યસ્ત હતા કે તેમણે ફોન પણ રિસીવ કર્યો ન હતો તો શહેર વાડીના ધારાસભ્ય મનિષા વકીલે તો પ્રશ્ન સાંભળતા જ ફોન કાપી નાખ્યો હતો. સાંસદ ડૉ. હેમાંગ જોશીએ હર્ષભાઇ સાથે મુલાકાત કરાવી હોવાનું જણાવ્યું હતું પણ નવાઈની વાત એ છે કે આમ છતાં પીડિતોને હજુ ન્યાય મળ્યો નથી. એટલું ચોક્કસ છે કે જો શહેરના ધારાસભ્યો,હોદ્દેદારો અને સાંસદે રસપૂર્વક હરણી બોટકાંડના પીડિતોને ન્યાય મેળવવા માટે મદદ કરી હોત તો કદાચ આ મહિલાઓએ શુક્રવારે યોજાયેલા મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ઉભા થઇને બોલવાની જરુર જ ના પડી હોત. સ્થાનિક નેતાગીરી સમગ્ર મામલે વામણી પુરવાર થઇ છે. હરણી બોટકાંડમાં માત્ર કોન્ટ્રાક્ટરોને પકડીને જેલમાં પુરી દેવાયા હત પણ ટેન્ડર પાસ કરનારા, કોન્ટ્રાક્ટ આપનારા કોર્પોરેશનના અધિકારીઓ છૂટથી ફરી રહ્યા છે. કોર્પોરેશનના અધિકારીઓ સામે પૂર્વ કમિશનર દિલીપ રાણાએ ઉંડી તપાસ જ કરી નથી અને જે ફરિયાદી અધિકારી છે તેમને આરોપી બનાવાયા ત્યારે માત્ર તેમના પેન્શનમાંથી 5 હજાર કપાત કરવાનો હુકમ કરાયો હતો.સનદી અધિકારીઓને બચાવી લેવાયા હતા. શહેરના ધારાસભ્યો અને સાંસદની પ્રતિક્રિયા અત્રે પ્રસ્તુત છે.
મનિષા વકીલે પ્રશ્ન સાંભળતા જ ફોન કાપી નાંખ્યો.
ક્યાંથી બોલો છો તમે.. પ્રશ્ન સાંભળીને મનિષા વકીલે ફોન કાપી નાખ્યો હતો

અમને રજૂઆત કરી જ ન હતી...
પીડિત મહિલાઓએ જે રીતે જાહેરમાં રજૂઆત કરી તે યોગ્ય નથી. મુખ્યમંત્રી તમામને મળે જ છે . યોગ્ય સ્તરે યોગ્ય રીતે રજૂઆત કરવી જોઇએ. અમને ધારાસભ્યોને પણ જો રજૂઆત કરી હોત તો અમે યોગ્ય કાર્યવાહી કરી હોત. તેમની જગ્યાએ હું પણ હોઉં તો ન્યાય મેળવવા રજૂઆત કરું
ચૈતન્ય દેસાઇ, ધારાસભ્ય અકોટા વિધાનસભા
કેયુર રોકડીયા---ફોન ઉઠાવ્યો જ ન હતો.
મેં ગૃહમંત્રી હર્ષભાઇ સાથે મુલાકાત અને બેઠક કરાવી હતી...
હું વડોદરા આવીને તપાસ કરું. પીડિતોને ન્યાય મળે તે માટે મેં તેમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ ભાઇ સાથે મુલાકાત કરાવી હતી. ગૃહ રાજ્ય મંત્રી મુલાકાત કરાવી અને તેમની સાથે બેઠક પણ કરાવી હતી.
ડો.હેમાંગ જોશી, સાંસદ
બંને બહેનોને સાહેબ એકલા તો મળ્યા હતા...
બાળુ શુક્લા જો કે વળતર અંગે કંઇ બોલ્યા ન હતા.
તેમણે હોલમાં રજૂઆત કરી એટલે તો મુખ્યમંત્રી સાહેબે કેમને કહ્યું કે તમે મને કાર્યક્રમ પછી મળો. અને તેઓ બંને બહેનોને કાર્યક્રમ પછી મળ્યા હતા. વાસ્તવમાં બંને બહેનોએ ઉભા થઇને. પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાતો કરી એટલે સાહેબે કહ્યું કે પછી મને આવીને મળો.
બાળુ શુક્લા, ધારાસભ્ય
આવી તપાસ વિનોદ રાવ સામે કરી હોત તો ન્યાય મળી ગયો હોત...
પોલીસ અત્યારે જે રીતે કડકાઇથી તપાસ કરી રહી છે. એટલી જ તપાસ હરણી બોટકાંડમાં કરી હોત અને કોર્પોરેશનનાં અધિકારીઓની કડકાઇથી પૂછપરછ કરી હોત તો અત્યારે આ સ્થિતી ના હોત. ગોપાલ શાહ સાથે કોણે સાંઠગાંઠ કરી અને વિનોદ રાવે ક્યા નેતાના કહેવાથી કોન્ટ્રાક્ટ આપ્યો હતો. રાજેશ ચૌહાણને ઉઠાવ્યો હોત, તો ખબર પડત કે વિનોદ રાવ ક્યા નેતાના ઇશારે કામ કરતો હતો. પોલીસ અત્યારથી ગાળીયો કાઢવા બહાના કાઢીને મહિલાઓને ધમકાવીને આશિષ જોશીના કહેવાથી કર્યું હોવાનું લગાવવા માંગે છે પણ અગાઉ જ્યારે મુખ્યમંત્રી વડોદરા આવ્યા ત્યારે આ પરિવારો તેમને મળવા સર્કિટ હાઉસ ગયા હતા. પણ લીના પાટીલે તેમને કાઢી મુક્યા હતા. જો લીના પાટીલે ના કાઢી મુક્યા હોત તો મુખ્યમંત્રીને પરિવારે તે જ દિવસે રજૂઆત કરી દીધી હોત. હવે લીના પાટીલ આ જ પરિવારોને ધમકાવી રહ્યા છે.
આશિષ જોશી, કોર્પોરેટર

Reporter: