News Portal...

Breaking News :

કોઈ ભોગ બનેલાઓને મદદ કરવી ગુનો છે ? જોહુકમી બંધ કરો માનવતા બતાવો.

2025-05-05 10:21:11
કોઈ ભોગ બનેલાઓને મદદ કરવી ગુનો છે ? જોહુકમી બંધ કરો માનવતા બતાવો.


રનીંગ કોર્પોરેટર આશિષ જોષી ઉપર સર્વેલન્સ રાખીને પોલીસ શું પુરવાર કરવા માંગે છે ?

આશિષ જોશીનો વીડિયો વાયરલ કરીને પોલીસનું તપાસનું નાટક...

હરણી બોટકાંડનાં મુખ્ય આરોપી સાથે નેતાઓ સંપર્ક રાખે તો ચાલે, પરંતુ પિડીત પરિવાર સાથે સ્થાનીક સંપર્ક રાખે એ ના ચાલે!!...
મુખ્યમંત્રી આવીને ગયા ત્યારથી વડોદરા શહેરમાં અને પુરા રાજ્યમાં એજન્ડા અને પ્રોટોકોલ શબ્દ ઉપર લોકોમાં ચર્ચા થાય છે...
હોડીકાંડનાં મુખ્ય આરોપી પરેશ શાહ અને તેનાં પુત્ર સાથે ડેપ્યુટી પોલીસ કમિશનર અને તપાસનાં સુપરવિઝન અધિકારી પન્ના મોમાયાનાં શું કનેક્શન હતા તે તપાસ કરી ?...



વડોદરા આવેલા મુખ્યમંત્રીના કાર્યક્રમ દરમિયાન હરણી બોટ કાંડની ભોગ બનેલી 2 માતાઓએ રજૂઆત કરી હતી. આ ઘટનાની ગંભીર નોંધ છેક ગાંધીનગર સુધી લેવામાં આવી છે. પોલીસ આ મામલે ભાજપની જૂથબંધી જવાબદાર હોવાનું શોધી કાઢ્યું હોવાનું જણાવી રહી છે. બીજી તરફ પીડિત મહિલાઓએ કાર્યક્રમમાં પહોંચીને કરેલી રજૂઆત પાછળ બંદોબસ્તમાં પોલીસની નિષ્કાળજી હોવાનું પણ માનવામાં આવે છે. જોકે પોલીસ વિભાગ દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય ગુપ્ત તપાસ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન એક વાઇરલ થયેલા વીડિયોમાં એક કારની શંકાસ્પદ ગતિવિધિ બહાર આવી છે. જ્યારે કાઉન્સિલર આશિષ જોષીની કાર પર વોચ રખાઈ છે. મુખ્યમંત્રી સમક્ષ ન્યાયની ગુહાર લગાવનારી બેબસ માતાઓ સંધ્યા અને સરલાને પ્રેરણા કોણે આપી એ હાલ પોલીસ શોધી રહી છે. આશિષ જોશી પર સર્વેલન્સ ગોઠવી છે. પોલીસે આજવા રોડ મહાવીર હોલ ચાર રસ્તાના સીસીટીવી ફૂટેજ પણ મેળવ્યા છે. જેમાં આશિષ જોશી કે કોઇની સફેદ એસયુવીકાર દેખાય છે અને તેમને એક કપલ એક્ટિવા પર મળવા આવે છે તેવું જોવા મળે છે. જો કે ત્રણેયના ચહેરા સ્પષ્ટ નથી. આ કાર વાઘોડિયા રોડના વૈભવના નામે નોંધાયેલી હોવાનું બહાર આવ્યું છે.હજુ જોકે આ મામલે બંને મહિલા સામે ગુનો નોંધાયો નથી.સમગ્ર મામલે ષડયંત્રની કઇ કલમ ઉમેરવી તે મામલે પોલીસ દ્વિધામાં છે. આ સમગ્ર ષડયંત્રમાં ભાજપનાં કોઇ ચોક્કસ નેતાની દોરવણી છે કે કેમ અને ભાજપની જૂથબંધી છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે પણ સામે કોર્પોરેશનની ચૂંટણી હોવાથી પોલીસ પણ ફૂંકી ફૂંકીને છાશ પી રહી છે. મુખ્યમંત્રીનાં કાર્યક્રમ દરમિયાન શુક્રવારના રોજ બનેલી ઘટના અંગે પોલીસ દ્વારા ગુપ્ત રીતે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. આ તપાસનો કોન્ફિડેન્શિયલ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. 



હું કોર્પોરેટર છું, હું ઉભો હોઉં તો મને કોઇ પણ મળવા આવી શકે
હું ગાડી લઇને મારા વોર્ડમાં ફરતો હોઉં છું. આગલા દિવસે રાત્રે  મહાવીર હોલમાં યોજાયેલા બેસણાના સ્થળે વ્યવસ્થા જોવા ગયો હતો. ત્યાં યોગ્ય સફાઇ હોવી જોઇએ તે ચેક કરવા ગયો હતો. મુખ્યમંત્રી સવારે આવવાના હતા ત્યારે સવારે 9 વાગેને 10 મિનીટે હું અને મારા સાથી કોર્પોરેટર બેસણામાં ગયા હતા.પછી હું દિનદયાળ હોલમાં ગયો હતો. હું કોર્પોરેટર છું અને ગાડી લઇને ત્યાં ઉભો હોઉં તો મને કોઇ પણ મળવા આવે. ત્યાં તો  હું સફાઇ ચેક કરવા ગયો હતો. 

આશિષ જોશી, કોર્પોરેટર

મેં જ આ લોકોને માન રાખીને રજૂઆત કરવા મોકલ્યા હતા.
મે જ આ લોકોને ગાઇડન્સ આપેલું છે. મુખ્યમંત્રીએ જ વચન આપ્યું હતું કે કોઇને છોડવામાં નહી આવે તેથી વચનનું પાલન કેમ નથી થયું તે પુછવા માટે આ લોકો અગાઉ ફેબ્રુઆરીમાં મુખ્યમંત્રી જ્યારે આવ્યા ત્યારે રાત્રે સર્કિટ હાઉસમાં મળવા ગયા હતા.  ત્યારે મળવા દેવાયા ન હતા.  બીજી વાર મુખ્યમંત્રી આવ્યા ત્યારે આ તમામને હાઉસ એરેસ્ટ કર્યા હતા. શુક્રવારના કાર્યક્રમમાં તો જાહેર આમંત્રણ હતું. તેમણે પુછ્યું તો મેં કહ્યું કે મુખ્યમંત્રીનું માન રાખીને રજૂઆત કરી શકો તેથી મેં જ રજૂઆત કરવા મોકલેલા હતા. હવે તમામ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં ભરાય અને પીડિતોને ન્યાયથી વંચીત રખાશે તો હાઇકોર્ટમાં અરજી કરીને તમામ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહીની માંગ કરાશે.
હિતેશ ગુપ્તા, પીડિતોના વકીલ

Reporter:

Related Post