વડોદરાના નંદેશરી ગામે રહેતા ગૌતમ પઢીયાર પરિવાર પોતાના મકાનનું રીપેરીગ કરાવતા હતા
તે દરમિયાન સરપંચ નો પતિ પોતે સરપંચ હોય તેવો રોપ મારી ગૌતમ પઢીયારના માતા લલિતા પઢીયાર ઉંમર વર્ષ 52ને ધક્કો મારતા તેઓ જમીન પર પટકાયા હતા જ્યાં તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી તે દરમિયાન જ અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપાડતા તેઓને તાત્કાલિક પ્રાથમિક સુવિધા માટે નંદેસરીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું.
વધુ સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું જ્યાં તબીબો એ જણાવ્યા પ્રમાણે હાલ તેમની તબિયત સુધારા પર છે ત્યારે લલિતાબેન પઢીયારના પુત્ર ગૌતમ પ્યારે આ મામલે કંટ્રોલમાં ફોન કરીને બનાવની જાણ કરી છે.
Reporter: News Plus