વરસાદને પગલે અનેક જગ્યાઓ ઉપર ખાડાઓનું સામ્રાજ્ય છવાયું છે તો સાથે સાથે ભુવા ભવાની ઘટનાઓ પણ સામે આવી છે
વુડા સર્કલ પાસે છેલ્લા કેટલાય દિવસથી પડેલ મહાકાય ભુવાને સમારકારક કરાવવામાં વહીવટી તંત્રની આળસને પગલે સામાજિક કાર્યકર દ્વારા અનોખી રીતે તેનો વિરોધ કરીને વહીવટી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.આમ પણ વડોદરા શહેરને ખાડોદરા શહેર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે શહેરમાં બનતા હલકી કક્ષાના રોડ રસ્તાઓને લઈને અનેક સવાલો ઊભા થાય છે તાજેતરમાં જ વરસાદને પગલે અનેક સ્થળોએ ભુવા સર્જાયા છે સૌથી મોટો શહેરનો ભુવો પુરા સર્કલ પાસે પડ્યો હતો જેમાં આખી આખી બે ગાડી સમાઈ જાય તેટલી લંબાઈ પહોળાઈનો આ ભુવો હજી સુધી ને રીપેર ન કરવાને કારણે ત્યાંથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે આ ભુવાનું સત્વરે કામ શરૂ થાય તે માટે કારેલીબાગ વિસ્તારના સામાજિક કમલેશ પરમાર દ્વારા અનોખી રીતે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
કમલેશ પરમાર દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો ભુવા પડ્યાની જગ્યાએ મૂકવામાં આવ્યો હતો અને તેનું પૂજન અર્ચન કરીને આવવાનું સત્વરે રીપેરીંગ કામ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. છેલ્લા ચાર ચાર દિવસથી ભુવો પડ્યા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા તેનું સમારકામ કરવાની કામગીરી સામેની નિસ્ક્રીયતાને પગલે સામાજિક કાર્યકરે આ પ્રકારે વિરોધ નોંધાવ્યો છે.અહીં ઉલ્લેખનીય છે કે સર્જાયેલા ભુવાની ઉંડાઈ - 12 ફુટ છે સાથે ભુવાની પહોળાઈ 15 ફુટ જોવા મળે છે વડોદરા શહેરનું નામ ભુવા નગરી તરીકે જાણીતું હોય ત્યારે જો કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાય તો જવાબદાર કોણ.?? સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો ખાત મુહૂર્તની રાહ જોતાં હોય છે ત્યારે સામાજીક કાર્યકર દ્વારા અનોખી રીતે તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો અને વહેલામાં વહેલી તકે કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
Reporter: admin