ભારતના સૌથી મોટા 5.2 મેગાવોટ વિન્ડ ટર્બાઇન જનરેટર્સ તૈનાત કરી ખાવડામાં 250 મેગાવોટની વિન્ડ પાવર ક્ષમતા કાર્યરત કરી વૈકલ્પિક વિદ્યુત સેગમેન્ટમાં FTSE રસેલ ESG આકારણીમાં ત્રીજો ક્રમ હાંસલ કરી 5.0 નો ટોચનો ગવર્નન્સ સ્કોર હાંસલ કર્યો
વાર્ષિક ધોરણે કાર્યરત ક્ષમતાનું વિસ્તરણ: 31% વધીને 10.9 GW; જુલાઈ 2024માં 250 મેગાવોટના વધારા પછી પવન ક્ષમતા 11.2 GW સુધી વધી
- વાર્ષિક ધોરણે ઉર્જા વેચાણ 22% વધીને 7,356 મિલિયન યુનિટ્સ
- વાર્ષિક ધોરણે આવક 24% વધીને રૂ.2,528 કરોડ
- ઉદ્યોગ-અગ્રણી EBITDA માર્જિન: 92.6%નો EBITDA માર્જિન હાંસલ કર્યો
- વાર્ષિક ધોરણે રોકડ નફો 32% વધીને રૂ.1,390 કરોડ-
અમદાવાદ, 25 જુલાઇ 2024: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી પ્યોર-પ્લે રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ 30 જૂન 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે નાણાકીય પરિણામો જાહેર કર્યા છે, જેમાં નોંધપાત્ર વૃદ્ધિ અને ઓપરેશનલ શ્રેષ્ઠતાની પ્રતીતી કરાવવામાં આવી છે.
નાણા વર્ષ-૨૫ના પ્રથમ ત્રિમાસિકના અંતે નાણાકીય: (રુ.કરોડમાં)
Particulars Quarterly Performance
Q1 FY24 Q1 FY25 % change
Revenue from Power Supply 2,045 2,528 24%
EBITDA from Power Supply 1 1,938 2,374 23%
EBITDA from Power Supply (%) 92.5% 92.6%
Cash Profit 2 1,051 1,390 32%
- મુખ્યત્વે છેલ્લા વર્ષમાં 2,618 મેગાવોટની ક્ષમતા વધારાને કારણે આવક, EBITDA અને રોકડ નફામાં મજબૂત વૃદ્ધિ થઇ છે.
અદાણી ગ્રીન એનર્જી લિ.નાસીઈઓ અમિત સિંઘે જણાવ્યું હતું કે અમે વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન એવા ગુજરાતમાં ખાવડા ખાતે 30 ગીગાવોટના રિન્યુએબલ એનર્જી પ્લાન્ટના નિર્માણ માટે અવિરતપણે કામ કરી રહ્યા છીએ. આ પ્લાન્ટના ઝડપી અમલીકરણને મજબૂત કરવાના હેતુથી અમે અદ્યતન રોબોટિક્સ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. સૌર મોડ્યુલોની સ્થાપના ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો કરે છે. વધુમાં અમે એક વ્યાપક સ્થાનિક પુરવઠા શ્રેણી વિકસાવી છે અને માનવ સંસાધનોની સતત ગતિશીલતા સ્થાપિત કરી છે.તેમણે ઉમેર્યું હતું કે “2030 સુધીમાં 50 GW ક્ષમતાના તેના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અદાણી ગ્રીન સર્વાંગી રીતે આગળ વધી રહી છે, જેમાં પમ્પ્ડ હાઇડ્રોના રૂપમાં ઓછામાં ઓછા 5 GW ઊર્જા સંગ્રહનો સમાવેશ થાય છે, જેમાં સાઇટ્સ પહેલેથી સુરક્ષિત છે અને ખાલી કરાવવા પર સ્પષ્ટ દૃશ્યમાન છે અને અમારા ESG પ્રયાસોની વૈશ્વિક માન્યતા ટકાઉ, ઉદ્યોગ-અગ્રણી વૃદ્ધિ પહોંચાડવાના અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવે છે. નાણા વર્ષ 25ના પ્રથમ ત્રિમાસીમાં ક્ષમતામાં ઉમેરો અને કામગીરીનો દેખાવ કાર્યરત ક્ષમતા: ખાવડામાં 2,000 મેગાવોટ તથા રાજસ્થાનમાં 418 મેગાવોટ સૌર ક્ષમતા અને ગુજરાતમાં 200 મેગાવોટ પવન ક્ષમતા સહિત ગ્રીનફિલ્ડના ઉમેરા સાથે વાર્ષિક ધોરણે 31% અર્થાત 10,934 મેગાવોટ સુધી પ્રભાવશાળી વિસ્તરણ કરવામાં આવ્યું છે.
ઉર્જા વેચાણ: વાર્ષિક ધોરણે ક્ષમતામાં મજબૂત વૃધ્ધિ અને મજબૂત કામકાજની પ્રતીતી દ્વારા 22% વધારો થયો છે..
ઉર્જા વેચાણ: ક્ષમતામાં સંગીન વધારા અને કામકાજના મજબૂત પ્રદર્શન દ્વારા વાર્ષિક ધોરણે 22% વધારો.
પ્રતિબદ્ધતાઓથી વધુ: AGEL એ સતત વીજ ખરીદી કરારો હેઠળ એકંદર વાર્ષિક પ્રતિબદ્ધતા કરતાં વધુ વીજળી ઉત્પન્ન કરી છે. નાણા વર્ષ-24 માં AGELનું PPA આધારિત વીજળી ઉત્પાદન વાર્ષિક પ્રતિબદ્ધતાના 111% હતું. જે નાણા વર્ષ-25 ના પ્રથમ ત્રિમાસિકમાં AGEL એ પહેલાથી જ વાર્ષિક પ્રતિબદ્ધતાના 31% પેેદા કરી છે.
- કામકાજ અને જાળવણી: કંપનીના ભારતભરમાં પથરાયેલા રિન્યુએબલ એકમોમાં વાસ્તવિક સમય સારણીની જાળવણીને સક્ષમ કરતા એનર્જી નેટવર્ક સેન્ટર સાથે આધુનિક ટેકનોલોજી કામકાજ અને જાળવણીનું સંચાલન થાય છે. આનાથી માત્ર સતત ઊંચા પ્લાન્ટની ઉપલબ્ધતા જ સક્ષમ નથી બની પરંતુ તેના પરિણામે વધુ વીજળી ઉત્પન્ન થાય છે. અને કામકાજ અને જાળવણીની કિંમતમાં ઘટાડા તરફ પણ દોરે છે.જેનાથી 92.6% ઉદ્યોગ અગ્રણી EBITDA માર્જીન રહ્યો છે.
ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનો વિકાસ:
- AGEL વિશ્વનો સૌથી મોટો 30 GW નો વિશાળ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ ગુજરાતમાં ખાવડા ખાતે વિકસાવી રહી છે. આ વિસ્તાર 538 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે, જે પેરિસ શહેર કરતાં લગભગ 5 ગણો છે. આ માત્ર વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ નથી પણ તમામ પાવર સ્ત્રોતોમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ-લોકેશન પાવર પ્લાન્ટ પણ છે. આ પ્રોજેક્ટ અલ્ટ્રા લાર્જ-સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટના વિકાસ માટે વૈશ્વિક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરશે.
- ઝડપી અમલ: આ જમીન ઉપર પગરણ માંડ્યાના 12 મહિનામાં AGELએ પહેલાથી જ પ્રથમ 2 GWનું ઉત્પાદન શરુ કરી દીધું છે. કંપની નાણા વર્ષ-25માં કુલ 6 GW ક્ષમતા ઉમેરવાની યોજના ધરાવે છે અને ખાવડા આ ક્ષમતામાં મોટો ફાળો આપશે. ખાવડામાં 2029 સુધીમાં સમગ્ર 30 GW રિન્યુએબલ એનર્જી (RE) ક્ષમતા વિકસાવવામાં આવશે અને આટલા વિશાળ પાયે અમલવારીની ઝડપનો વૈશ્વિક માપદંડ પણ સ્થાપિત કરવામાં આવશે.
- સૌથી વધુ અદ્યતન રિન્યુએબલ ટેક્નોલોજીઓ તૈનાત: પ્લાન્ટ વીજળી ઉત્પાદનને મહત્તમ કરવા માટે સૌથી અદ્યતન બાયફેસિયલ સોલર મોડ્યુલ્સ અને ટ્રેકર્સનો ઉપયોગ કરવા સાથે તે ભારતની સૌથી મોટી 5.2 મેગાવોટ વિન્ડ ટર્બાઇન પણ તૈનાત કરે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇનમાંની એક છે. ખાવડા ખાતે ઉપલબ્ધ આ વિન્ડ ટર્બાઇન પ્રતિ સેકન્ડ 8 મીટરની ઊંચી પવનની ઝડપનો ઉપયોગ કરે છે અને વીજળીના સ્તરીકરણ ખર્ચને શ્રેષ્ઠ કક્ષાએ લાવે છે. ખાવડા પ્લાન્ટમાં સંપૂર્ણ રોબોટિક સફાઈ ગોઠવવામાં આવી છે જે માત્ર મોડ્યુલ સફાઈ માટે પાણીના લગભગ શૂન્ય વપરાશ તરફ જ નથી દોરતી પણ વીજળી ઉત્પાદનમાં પણ વધારો કરે છે.
- 30 GW પ્લાન્ટમાંથી જંગી ESG યોગદાન:
- 81 બિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે
- 16.1 મિલિયન ઘરોને વીજળી આપવામાં આવશે
- 15,200 હરીત નોકરીઓનું સર્જન
- 58 મિલિયન ટન કાર્બનનું ઉત્સર્જન ટાળવામાં આવશે
- ઉત્સર્જન જેની સમકક્ષ ટાળ્યું:
- 2,761 મિલિયન વૃક્ષો દ્વારા કાર્બન જપ્ત
- 60,300 ટન કોલસો ટાળ્યો
- 12.6 મિલિયન કાર રસ્તાઓથી દૂર: પ્રગતિ:
• અગાઉથી જ 30 GW સાઇટ સુરક્ષિત છે.
• વ્યાપક સામાજિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત પ્રથમ તબક્કામાં સામાન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ કરવામાં આવ્યું છે.
• 8,000 થી વધુ લોકોનો વર્કફોર્સ પહેલેથી જ એકત્ર કરાયો છે.
• સ્થાનિકીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક પુરવઠા શ્રેણીનું આયોજન: બ્લૂમબર્ગ ટાયર 1 સપ્લાયર્સ પાસેથી સોલાર મોડ્યુલ પ્રાપ્ત કરવામાં આવ્યા છે અને અદાણી ન્યૂ ઇન્ડસ્ટ્રીઝ પાસેથી વિન્ડ ટર્બાઇનની પ્રાપ્તિ અને વ્યાપક સ્થાનિક સપ્લાય ચેઇનનો વિકાસ
પ્રસાચ માધ્યમોની વધુ જાણકારી માટે સંપર્કઃ roy.paul@adani.com
Reporter: admin