સંભલ : ઉત્તર પ્રદેશના સંભલના મુસ્લિમ વિસ્તારમાં 46 વર્ષ જૂના બંધ મંદિરની શોધ બાદ વધુ એક મંદિર મળ્યું છે. દબાણ દૂર કરતી વખતે પોલીસેને આ મંદિર ગાઢ વસ્તીમાંથી મળી આવ્યું છે.
મંદિર વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળ તૈનાત છે. પોલીસને મળ્યું હનુમાનજીનું મંદિર આ મંદિર હયાતનગર પોલીસ સ્ટેશન વિસ્તારના સરયાત્રીનમાં મળી આવ્યું છે. જ્યારે પ્રથમ મંદિર સંભલના ખગ્ગુ સરાય વિસ્તારમાં મળ્યું હતું. સરયાત્રીન વિસ્તારમાં મુસ્લિમ બહુમતી છે. અહીં કોઈપણ પ્રકારનું દબાણ જોવા મળ્યું નથી. જ્યારે મંદિરનો દરવાજો ખોલવામાં આવ્યો ત્યારે અંદર હનુમાનજી અને રાધા કૃષ્ણની સુંદર મૂર્તિઓ હતી, જેને રાધા કૃષ્ણ મંદિર પણ કહેવામાં આવતું હતું.
હાલ આ મંદિરની સફાઈ કરવામાં આવી છે. વીજળી વિભાગના અધિકારીઓએ આ અંગે એસપીને કહ્યું હતું કે, 'જ્યારે અમે ચેકિંગ માટે જઈએ છીએ, ત્યારે માથાભારે લોકો અમને ધમકી આપે છે. આ વાત સામે આવ્યા બાદ પોલીસ અને પ્રશાસને ગેરકાયદેસર દબાણ અને વીજળી ચોરી સામે મોટી કાર્યવાહી શરુ કરી હતી.'જે દરમિયાન શનિવારે સવારે પોલીસને દીપા રાય વિસ્તારમાં ચેકિંગ દરમિયાન મંદિર મળી આવ્યું હતું, જે વર્ષ 1978નું હોવાનું કહેવાય છે. 46 વર્ષથી બંધ આ મંદિરની અંદર હનુમાનજી, શિવલિંગ અને નંદીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી.
Reporter: admin







