News Portal...

Breaking News :

રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોત : હત્યા કરાઈ

2024-12-17 16:32:16
રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોત : હત્યા કરાઈ


મોસ્કો : રશિયાના પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોસ્કોમાં વિસ્ફોટમાં મોત થયું છે. રાજધાની મોસ્કોમાં રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયેલા બ્લાસ્ટમાં પરમાણુ કાર્યક્રમના વડા ઇગોર કિરિલોવનું મોત થયું હતું. 


ઈગોર કિરિલોવ તેમના એપાર્ટમેન્ટમાંથી બહાર આવી રહ્યા હતા ત્યારે નજીકમાં પાર્ક કરેલા સ્કૂટરમાં વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ઈગોર કિરિલોવની સાથે તેમના સહાયકનું પણ મોત થયું હતું. તેઓ રાષ્ટ્રપતિ પુતિનની ખૂબ નજીક માનવામાં આવતા હતા.યુક્રેનની સુરક્ષા સેવાએ દાવો કર્યો છે કે તેઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. આ બ્લાસ્ટ રાષ્ટ્રપતિ ભવનથી માત્ર સાત કિલોમીટર દૂર થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ માટે 300 ગ્રામ TNTનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


આ અંગે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વર્ષે ઓક્ટોબરમાં બ્રિટને ઈગોર પર પ્રતિબંધ મૂક્યો હતો અને તેના પર યુક્રેનમાં રાસાયણિક હથિયારોના ઉપયોગ પર નજર રાખવાનો આરોપ લગાવ્યો હતો.સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે ઈમારત કાટમાળમાં છે અને કાટમાળની વચ્ચે બે લોહીથી લથપથ મૃતદેહ પડેલા છે. પોલીસે ઘટના સ્થળને કોર્ડન કરી લીધું છે.

Reporter: admin

Related Post