ચંદીગઢઃ કોઈ કામ કરવા હંમેશાં ઊંચા લક્ષ્ય રાખવા તેવા ઉપદેશને ચોરોએ અમલમાં મૂક્યો છે. નાની મોટી વસ્તુઓની ચોરી કરવાને બદલે પંજાબમાં ચોરોએ આખે આખી બસ ચોરી લીધી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
આ ઘટના ફિરોઝપુરની છે જ્યાં પોલીસ ચોપડે આખી બસ ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી.પોલીસે કાર્યવાહી કરીને ચોરની ધરપકડ કરી હતી અને બસ પણ રીકવર કરી હતી. મળતી માહિતી મુજબ, ડ્રાઈવર અને કંડક્ટર રોડવેઝની બસ પાર્ક કર્યા બાદ એક ઢાબા પર ભોજન કરી રહ્યા હતા. આ દરમિયાન રોડવેઝની બસ ચોરાઈ હતી. ડ્રાઈવર અને કંડક્ટર જમીને પરત ફર્યા ત્યારે બસ દેખાઈ ન હતી. જે બાદ તેણે આજુબાજુ શોધખોળ કરી હતી. પરંતુ બસ દેખાઈ ન હતી.
ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી.આ મામલે સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ફરીદકોટ ડેપોની પીઆરટીસી બસના ડ્રાઈવર અને કંડક્ટર ભોજન લેવા માટે રોકાયા હતા. દરમિયાન ચોરો સરકારી બસની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે બાદ પોલીસે કાર્યવાહી કરી ચોરની ધરપકડ કરી હતી. પોલીસે બસ પણ કબજે કરી હતી.પોલીસ પકડાયેલા ચોરની પૂછપરછ કરી રહી છે. પોલીસ ગુનામાં સંડોવાયેલા અન્ય ચોરોને પણ શોધી રહી છે.
Reporter: admin







