News Portal...

Breaking News :

એક્સપ્રેસ વે અકસ્માતમાં વડોદરાના તબીબી વિદ્યાર્થીએ જીવ ઘુમાવ્યો

2024-04-17 20:20:54
એક્સપ્રેસ વે અકસ્માતમાં વડોદરાના તબીબી વિદ્યાર્થીએ જીવ ઘુમાવ્યો

કાળજું કંપાવી મુકનાર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેની કરુણાંતિકાથી પરિવારોમાં માતમ છવાયો છે,આ અક્સમાતમાં વડોદરાના વારસિયા રિંગરોડ પર રહેતા અને ભરૂચમાં એમબીબીએસ પ્રથમ વર્ષમાં ભણતા નીલકુમાર મુકેશભાઈ ભોજાણીએ પણ પોતાનો જોવ ગુમાવ્યો છે.એકના એક પુત્રને એમબીબીએસમાં એડમિશન મળતા ખુશીમાં પૂજા રાખવામાં આવી હતી,કોણે ખબર હતી કે બે દિવસ બાદ આ કરુણાંતિકા સર્જાશે.ઘટનાને પગલે પરિવાર સાથે સોસાયટીમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે,નીલની સાથે સાથે વડોદરાના જયશ્રી બેન મિસ્ત્રીનું પણ આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું.





બીજા વ્યક્તિ જયશ્રીબેન મિસ્ત્રી જેવું આઠ વર્ષથી દુબઈમાં કામ કરતા હતા જેમનું સરનામું ગણેશ નગર વારસિયા પાસે આવેલ છે. બે દિવસ પછી તેઓ ફરજ દુબઈ ફરવાના હતા તેમની ઈચ્છા હતી કે અમદાવાદ માતાજીની દર્શન કરી પાછી દુબઈ ફરવું તે સમયે પહેલા જ નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર 10 લોકોના વચ્ચે જયશ્રીબેન પણ કારમાં મજૂર હતા અને ગમાંક વાર અકસ્માતમાં તેમનું જીવ ગુમાવવું પડ્યું..

બે દિવસ પછી જયશ્રી બેન પાછા દુબઇ જવાના હતા પણ એ પહેલા જ કાળ ભરખી ગયો..

કાળજું કંપાવી મુકનાર વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વેની કરુણાંતિકામાં વડોદરાના વારસિયાના જયશ્રીબેન મિસ્ત્રીની મરણચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. છેલ્લા આઠ વર્ષથી દુબઈમાં કામ કરતા જયશ્રીબેન મિસ્ત્રી બે દિવસ પછી દુબઈ પાછા ફરવાના હતા,પરંતુ એ પહેલા જ કાળ એમને ભરખી ગયો.દુબઇ જતા પહેલા અમદાવાદ માતાજીની દર્શનની ઈચ્છા અધૂરી અને આખરી બની રહી,જયશ્રીબેન પૌત્રના ઘરે દીકરીનો જન્મ થતા દુબઈથી પરાણે ઝુલાવવા આવ્યા હતા,કાળક્રમે ખાનગી શટલ પેસેન્જર તરીકેની તેઓની આ મુસાફરી અંતિમ બની રહી હતી.જયશ્રેબેનના મોતથી પરિવારમાં માતમ છવાયો છે.

Reporter: News Plus

Related Post