શ્રી મહિલા ગૃહ ઉધોગ દ્વારા ગોળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘઉં અને ચોખાની સેવો તૈયાર કરવામાં આવી રહી છે.

હોળી માત્ર રંગો અને આનંદનો જ નહીં, પરંતુ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓનો પણ તહેવાર છે. ખાસ કરીને ઘઉં અને રવા (સૂજી) ની સેવોનો ખૂબ પ્રચલન છે, જે હલકો અને પાચક હોય છે અને ઉત્સવની મીઠાશ વધારતા મીઠા વાનગીઓમાં શામેલ થાય છે. હોળી પર્વમાં ઘઉં અને રવા ની સેવો નો મહત્ત્વ તેના સ્વાદ, પૌષ્ટિકતા અને પરંપરાગત રૂપે પ્રાચીન કાળથી જોડાયેલાં રિવાજોમાં સમાયેલો છે.

રંગો અને મીઠાશ બંને હોળીની ખુશીઓને બમણી કરી દે છે હોળીના ત્યોહારમા ફાગણ માસની શરૂઆતમાં ઘઉ અને રવાની સેવયોની ખુબ જ માગ હોય છે. ત્યારે માંજલપુર શ્રી મહિલા ગુહ ઉધોગ ની 10 - 12 બહેનો મળી ને બે થી ત્રણ મહિના મા 5000 થી 6000 કિલો સેવનુ ઉત્પાદન કરે છે. અને આ વ્યવસાય ને લીધે 10-12 બહેનો ને રોજગારી મળી રહે છે. આ વિશે શ્રીમહિલા ગુહ ઉધોગ ના દિપા ચવ્હાણ એ વધુ માહિતી આપતા જણાવ્યું હતું.




Reporter: