વડોદરા : કેસુડા જે પલાશ, ધાક, કે ફ્લેમ ઓફ ધ ફોરેસ્ટ તરીકે ઓળખાય છે, એક સુંદર અને ઉપયોગી વૃક્ષ છે. આ વૃક્ષ વસંત ઋતુમાં તેની તેજસ્વી કેસરિયા-લાલ ફૂલો માટે પ્રખ્યાત છે.

ખાસ કરીને હોળી તહેવાર અને આયુર્વેદમાં તેના ફૂલોના વિવિધ ઉપયોગ થાય છે. તેની પ્રાકૃતિક અને ઔષધીય ગુણધર્મોને કારણે તે પર્યાવરણ માટે પણ મહત્વપૂર્ણ છે. કેસુડાનું ફૂલ માત્ર એક સુંદર પૃથ્વીનો ભાગ નથી, પરંતુ તેનું ઔષધીય, પર્યાવરણ સંરક્ષણ અને સાંસ્કૃતિક મહત્વ છે. આજના સમયમાં જ્યારે પર્યાવરણ પ્રદૂષણ વધ્યું છે, ત્યારે કેસુડાના ફૂલોનો ઉપયોગ કરીને કુદરતી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી છે.

ખાસ કરીને હોળી અને ત્વચા માટે તેના પ્રાકૃતિક રંગો એ કેમિકલ રંગોની તુલનામાં શ્રેષ્ઠ છે. કેસુડાના ફૂલો આયુર્વેદ અને પ્રાકૃતિક ઉપચારમાં ખાસ સ્થાન ધરાવે છે. પ્રાચીન સમયમાં હોળી બાદ કેસુડાના ફૂલો વડે નાહવાનું ખૂબ પ્રચલિત હતું, કારણ કે તે શરીર માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. ક્યારે વડોદરા શહેર માંડવી વિસ્તારમાં ગામડાના લોકો કેસુડાના ફૂલ નું વેચાણ કરતા નજરે પડ્યા છે.


Reporter: admin







