નવીદિલ્હી: શહેરમાં રોજના રોજ છેતરપિંડીના કિસ્સા આવતા હોય છે , જેને લઈને ચેતવણીના વિડિઓ પણ સોશ્યિલ મીડિયા દ્વારા, સમાચાર દ્વારા આપણને મળતા હોય છે. તેમ છતાં અનુક લોકો આવા કિસ્સાના ભોગ બનતા હોય છે. સોશ્યિલ મીડિયાનો જો સદઉપયોગ કરવામાં આવે તો ઠીક છે બાકી ઘણા લોકો છેતરપિંડી કરે છે .
છેતરપિંડી કરનાર રોજ નવા નવા તરકીબો શોધી જ નાખે છે અને લોકો તેનો ભોગ બને છે. હાલ છેતરવા માટેની નવી તરકીબ શોધી છે, જેમાં તમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર PDF ફાઈલ મોકલે છે અને જો તમે તે ઓપન કરો તો તમારા ખાતામાંથી બેલેન્સ કપાઈ જાય છે. જેટલા તમારા ખાતામાં રૂપિયા હશે તે ઉઠાવી લે છે. એવો કિસ્સો ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના ગઢીપુખ્તાના રહેતા સુરેન્દ્રકુમાર સાથે બન્યો છે , તેમને જણાવ્યું કે, તેમના મોબાઈલમાં વોટ્સએપ પર એક PDF આવી, તેમને લાગ્યું કે કઈ અગત્યનું હશે માટે ઓપન કરી, જેવી તેમને આ PDF ને ઓપન કરી તેમના એકાઉન્ટમાંથી ૧૦ લાખ રૂપિયા કપાઈ ગયા .
સાયબર ઠગોએ આ એક નવી તરકીબ કાઢી છે લોકોને છેતરવા માટે જેની દરેક લોકોને માહિતી હોવી જોઈએ, આવા કિસ્સા પેહલા પણ બની ગયા છે, માટે દરેક વ્યક્તિએ આવા કોઈ મેસેજને ઓપન કરવા નહીં. બનાવ બન્યા બાદ સુરેન્દ્ર કુમારે પોલિસમાં ફરિયાદ નોંધાવી અને આ બનાવ વિશે પુરી માહિતી આપી. પોલીસે હાલ તાપસ હાથ ધરી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ પેહલા પણ આવા બનાવ બની ચુક્યા છે. ઠગ લોકો આ રીતે છેતરપિંડી કરવાની નવી તરકીબો શોધી કાઢે છે. સુરેન્દ્રકુમારના પંજાબ નેશનલ બેંક ખાતામાંથી 5 લાખ રૂપિયા અને અને થોડા સમયમાં અઢી લાખ ૨ વાર કપાઈ ગયા. હાલ આ બાબતે પોલીસે તાપસ હાથ ધરી છે. આવા કિસ્સા પરથી લોકોએ જાગૃત થવાની જરૂર છે, પૈસા કે કોઈ અન્ય વસ્તુની લાલચ ન રાખતા પોતાની કોઈ માહિતી અજાણી વ્યક્તિને ન આપવા જાગૃત થવું જોઈએ. અજાણ્યા ફોન કે મેસેજ પર પોતાની માહિતી ન આપવી જોઈએ.
Reporter: admin