નાસા : ભારતીય મૂળના અમેરિકન અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર વજન ઘટવાને લઈને આવી રહેલા રિપોર્ટ પર પ્રથમ વખત જવાબ આપ્યો છે.
સુનીતા વિલિયમ્સના વજનને લઈને ત્યારે ચર્ચા શરૂ થઈ જ્યારે તેના નબળા રૂપની તસવીરો સામે આવી. આ તસવીરોમાં તે પહેલા કરતા ખૂબ નબળી અને દુબળી દેખાઈ રહી હતી, ત્યારબાદ ઝડપથી તેમનો વજન ઘટી રહ્યો હોવાની ચિંતા વધી ગઈ હતી. હવે નાસાના અવકાશયાત્રીએ પ્રથમ વાર આ અંગે પોતાનું મૌન તોડ્યું છે.વજન ઘટી જવાની ચિંતા વચ્ચે સુનિતા વિલિયમ્સનું નાસા સાથેનું એક ઈન્ટરવ્યુ આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, 'મને લાગે છે કે મારા શરીરમાં થોડો ફેરફાર થયો છે, પરંતુ મારું વજન એટલું જ છે.
સુનિતા વિલિયમ્સ આ જ વર્ષે 8 દિવસના મિશન પર અંતરિક્ષમાં ગઈ હતી, પરંતુ 150 દિવસ વીતી ગયા છતાં તે પરત નથી ફરી શકી. સુનિતા વિલિયમ્સે કહ્યું કે, 'અહીં (સ્પેસ સ્ટેશન પર) ઘણા બધા ફેરફારો થતાં રહે છે. તે રસપ્રદ છે, મને લાગે છે કે, કેટલીક અફવાઓ છે કે મારું વજન ઘટી રહ્યું છે અને બીજુ બધું. પરંતુ હકીકતમાં મારું વજન જેટલું હતું એટલું જ છે. અમે અમારું વજન માપીએ છીએ, અમારી પાસે સ્પ્રિંગ માસ છે ...બુચ અને હું અમે અહીં પહોંચ્યા અને તે સમયે જેટલું વજન કર્યું હતું તેટલું જ વજન અમારું હાલમાં પણ છે.'
Reporter: admin