News Portal...

Breaking News :

એકતાનગર ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ-૨૦૨૫ નું આયોજન

2025-04-16 16:23:41
એકતાનગર ખાતે આગામી તા. ૨૬ અને ૨૭ એપ્રિલ દરમિયાન વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ-૨૦૨૫ નું આયોજન


જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં મેગા લીગલ સર્વિસ કેમ્પના સુચારૂ આયોજન વ્યવસ્થાપન અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે બેઠક યોજાઈ: એસ.ઓ.યુના અધિકારીઓ અને જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ નર્મદાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા  



રાજપીપલા, બુધવાર:- નામદાર મેમ્બર સેક્રેટરી, ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ અમદાવાદ તથા ચેરમેન અને પ્રિન્સિ. ડીસ્ટ્રીકટ જજ નર્મદા અને જિલ્લા વહિવટી તંત્રના વડા અને કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં આગામી તારીખ ૨૬ અને ૨૭ ના રોજ વેસ્ટર્ન રિજનલ કોન્ફરન્સ તથા મેગા લીગલ કેમ્પ-૨૦૨૫ નું આયોજન કરવામાં આવ્યુ છે. તેમાં સુપ્રિમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના સિનિયર મોસ્ટ જજ અને લીગલ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહેનાર છે. જેના આયોજન-વ્યવસ્થાપન અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે તા. ૧૬ મી એપ્રિલના રોજ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ એસ.આર. બેટરીવાલાએ મેગા કેમ્પ અંગે અંગે વિસ્તૃતમાં માહિતી આપી હતી. તા. ૨૭ ના રોજ મેગા લીગલ કેમ્પમાં જિલ્લાના વિવિધ ૧૮ જેટલા વિભાગો દ્વારા સ્ટોલનું નિદર્શન થનાર છે. અને જેતે વિભાગ દ્વારા કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા અમલી સરકારના યોજનાના લાભાર્થીને મહાનુભાવોના હસ્તે સાધન-સહાય આપવામાં આવશે જેથી જિલ્લાના અમલીકરણ અધિકારીઓએ  યોગ્ય બેનરો અને પ્રચાર સાહિત્ય, સ્ટોલ પરથી પ્રચાર-પ્રસાર કરવાનો રહેશે. 



જિલ્લા કલેકટરએ કેમ્પ દરમિયાન મંડપ, લાઈટ, ફાયર, બેઠક વ્યવસ્થા, પાણી-જમવાની, પાર્કિગ લાભાર્થીઓને લાવવા અને મુકવાની વ્યવસ્થા એસઓયુની ઈલેક્ટ્રીક બસ મારફત લાવવાના રહેશે. આ વ્યવસ્થામાં સુચારૂપણે કરવાની રહેશે તે જેતે અમલીકરણ અધિકારીએ કરવાની રહેશે તેમ જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તા, ૨૭ ના રોજ મેગા લીગલ સર્વિસ કેમ્પમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સ્ટેજ પરથી લાભોનું વિતરણ કરવામાં આવશે. અને તેની રેપલીકા બનાવી તૈયાર રાખવાની રહેશે. આ કેમ્પ દરમિયાન વિવિધ વિભાગો દ્વારા કુલ ૧૮ જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવનાર છે. તેમાં અધિકારીઓએ જાતે હાજર રહી હિંદી-અંગ્રેજીમાં મહાનુભાવોને યોજના અંગેની સમજ આપવાની રહેશે. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અધિકારી રજા પર ન રહેવા પણ ખાસ સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી જે.કે.જાદવ, નિવાસી અધિક કલેકટર સી. કે. ઉંધાડ, અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, નાયબ પ્રોટોકોલ કલેકટર એન.એફ.વાસાવા, રાજપીપલા પ્રાંત અધિકારી ડો. કે.જે.ગઢવી, નાયબ પોલીસ અધિકક્ષક એસ.એમ.શર્મા સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.


Reporter: admin

Related Post