દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ડિજીટલ ઇન્ડિયા ના સ્વપ્ન ને ઉજાગર કરવા અને યુવાઓ ને પ્રોત્સાહિત કરવા ગુજરાત ના જાણીતા ઉદ્યોગપતિ ડૉ. જયેશ ઠક્કરે ગત વર્ષે જૂન ૨૦૨૩ માં 'ગુજરાત ટાયગર્સ' નામ ની ટીમ બનાવી. દેશ ના વડાપ્રધાન પણ હાલ માં જ ઘણા બધા ઈ-સ્પોર્ટ્સ પ્લેયરર્સ અને ઈનફ્લુએન્સરર્સ ને મળ્યા અને ભારતના લોકો ને ઈ-સ્પોર્ટ્સ ને કારકિર્દી તરીકે જોતા કરી ભારત ના યુવા ધન ને ગેમિંગ ઇન્ડસ્ટ્રી તરફ વાળ્યું.
ગુજરાત ટાયગર્સ ટીમ ના ઓનર ડૉ. જયેશ ઠકકર જણાવે છે કે આ ગેમિંગ ટીમ ખરીદવા પાછળ નો મારો હેતુ- ભારત માં શ્રેષ્ઠ ગેમિંગ લાઈન અપ ઉભુ કરી, આંતરરાષ્ટ્રીય ફલક પર ભારત ની ગેમિંગ ઇન્ડસ્ટ્રી ને પ્રસ્થાપિત કરી અને ભારત માં અદ્યતન ગેમિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરવાનો છે. આ ડિજીટલ યુગ માં યુવાનો ગેમિંગ માં કારકિર્દી ઘડી શકે, તે માટે ભવિષ્ય માં સરકાર સાથે ઈ સ્પોર્ટસ એકેડેમી નુ આયોજન કરવાનો છે. સ્પોર્ટ્સ યુનિવર્સિટી માં ઈ સ્પોર્ટ્સ નુ પ્રશિક્ષણ અને કોચિઝ દ્વારા તાલીમ આપવા કોર્સિસ શરૂ કરી શકાય. અત્યારે ઇન્ડિયન ગેમર્સની વિશ્વ માં બોલબાલા છે, તેવી જ રીતે ગુજરાતી ઓડિયન્સ માટે ગુજરાત ના કન્ટેન્ટ ક્રિયેટરર્સ ને મોકો આપી ગુજરાત અને ગુજરાતીઓ માટે કન્ટેન્ટ લાયબ્રેરી ક્રિયેટ કરવાનું અમારું લક્ષ્ય છે. આ વિશે વધુ માં જણાવતા ડૉ. ઠક્કર કહે છે કે, મને ગુજરાતે અને મારા વહલા ગુજરાતીઓ એ બહુ પ્રેમ આપ્યો છે, ગુજરાત ની સાંસ્કૃતિક રાજધાની એવા વડોદરા માં છેલ્લા ૨૫ વર્ષ થી માં શક્તિ ગરબા મહોત્સવ નુ આયોજન કરું છું. જે પ્રેમ, સહકાર અને લાગણી મળી છે તે જોતાં મને મારા ગુજરાતીઓ માટે ગુજરાત નુ પ્રતિનિધિત્વ કરતી ગેમિંગ ટીમ અર્પણ કરવાનું મન થયું, આ ટીમ ફક્ત મારી નહિ પણ ગુજરાત માં અને ગુજરાત ની બહાર વસતા દરેક ગુજરાતી ની છે.
ગુજરાત ટાયગર્સ ટીમના ખેલાડી ક્લચગોડ, હર્ષ, ડાર્કલોડ અને સ્કીપઝ ના સોશિયલ મીડિયા માં લાખો ફોલઅર્સ છે. ક્લચગોડ તો અનેકો વાર ગ્લોબલ લેવલ ની ટુર્નામેન્ટસ્ માં પરફોર્મ કરી ચૂક્યા છે. આ ટીમ ના ખેલાડીઓ BGMI, ઈ ફૂટબોલ, ઈ ક્રિકેટ, વાલોરન્ટ, કાઉન્ટર સ્ત્રાઈક જેવી ગેમ્સ માં શાનદાર પરફોર્મન્સ આપી ચૂક્યા છે. આ ટીમ હાલમાં બેટલગ્રાઉન્ડ ઈન્ડિયા માસ્ટર સિરીઝ રમી રહી છે જે નોડવિન ગેમિંગ દ્વારા હોસ્ટ કરવામાં આવી છે અને જેનું નેશનલ ટેલિવિઝન પર સ્ટાર સ્પોર્ટ્સ અને યુટ્યુબ પર પ્રસારણ થઈ રહ્યું છે. ટીમ ના ખેલાડી ક્લચગોડ જણાવે છે કે, રોજ ના અમે લગભગ ૮-૧૦ કલાક ગેમ પ્લે ટાઈમ અને ટીમ કોર્ડીનેશન પ્રેક્ટિસ ને આપીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે ગુજરાત થી અમને સપોર્ટ મળશે અને અને અને તમને આગામી ટુર્નામેન્ટસ્ માં ટ્રોફી જીતીને આપીશું. વી રિકવેસ્ટ યોર સપોર્ટ એન્ડ વિશ અસ લક! ગુજરાત હજુ સુધી લાયન્સ માટે જાણીતું હતું, હવે ગુજરાત ના ટાયગર્સ વિશે પણ વાત થશે.'
Reporter: admin