હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વિભાગે આગાહી જણાવી છે. ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. પાંચ દિવસ ગુજરાતનું વાતાવરણ ડ્રાય રહેશે.
વડોદરામાં યલો અલર્ટની આગાહી આપવામાં આવી છે.તેમજ પાંચ દિવસ માટે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે.દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટની આગાહી આપવામાં આવી છે. જેમા અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ અલર્ટ આપવામા આવી છે. આ ઉપરાંત અમરેલી, કચ્છ, મહેસાણા, વડોદરામાં યલો અલર્ટની આગાહી આપવામાં આવી છે.
ગુજરાત હાલ અગનભઠ્ઠીમાં શેકાઇ રહ્યુ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજી પાંચ દિવસ કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં મંગળવારે છ શહેરોનું તાપમાન 45 ડિગ્રી કે તેથી વધુ નોંધાયુ છે. તો ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન હિંમતનગરમાં 45. 6 ડિગ્રી નોંધાયું હતુ. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે પણ તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે.
Reporter: News Plus